TANKARA:ટંકારા મક્કમ મનોબળ ની વિધાર્થી એમ્બ્યુલન્સ મા આવી પરીક્ષા આપી.

મન અગર મકમ હશે તો પહોચી શકાશે ક્યાંય પણ
તમે આ બધું બોલી શકો પહોચી ગયા ને એટલે

ઓપરેશન ના કલાકો વિત્યા બાદ મક્કમ મનોબળ ની વિધાર્થી એમ્બ્યુલન્સ મા આવી પરીક્ષા આપી.
ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ની વિદ્યાર્થિની જ્હાનવી બા કિશોરસિંહ ઝાલા કે જેઓ ધોરણ 12 આર્ટ્સ માં અભ્યાસ કરે છે. અને હાલે એચ.એસ.સી બોર્ડ ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે સંસ્કૃતનું પેપર હતું. એ પહેલા ગઈ કાલે રાત્રે પેટનો અસહ્ય દુખાવો થતાં ઈમરજન્સી એપેંડીક્ષ નું ઓપરેશન આવ્યું અને પરીવાર પણ બેવડી ચિંતા મા સપડાઈ ગયો ત્યારે રાજકોટ સાર્થક હોસ્પિટલમાં ડો.વિવેક જીવાણી, ડો.અમિત પટેલ, અને ડો. પુનિત ઠોરીયા, અમિત રૂપાલા આ અંગે પરીક્ષા કેન્દ્ર ના શિક્ષણ વિભાગ ને વાત કરી પરમીશન લેવા જણાવ્યું હતું અને શિક્ષકો અને તંત્ર દ્વારા તાત્કાલિક નિયમોનુસાર કાગળ કરી તાકીદે દવાખાનાથી એમ્બ્યુલન્સ દ્વારા પરીક્ષા સ્થળ સુધી લાવ્યા હતા અને પરીક્ષા સ્થળે તેમના માટે અલગ બેડ ની વ્યવસ્થા કરવામાં આવી જેથી તેઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે. વિદ્યાર્થિની અને તેમના માતાપિતા ના મનોબળ થકી આ શક્ય બન્યું છે જેની શક્તી ને સલામ છે અને શિક્ષકો તથા ડોક્ટરો ની ટિમ પણ ખડેપગે રહી હતી.









