એન.એસ.એસ. વાર્ષિક શિબિર અંતર્ગત “બેટી બચાવો બેટી પઢાવો, વ્યસન મુક્તિ” વગેરે કાર્યક્રમો યોજાયા

27 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શવિદ્યાલય,વિસનગરનાએન.એસ.એસ.ના સ્વયં સેવકોની વાર્ષિક કાર્ય શિબિર ખંડોસણ મુકામે ચાલી રહીછે.જેઅંતર્ગતએન.એસ.એસ.ના સ્વયં સેવકો દ્વારા રચનાત્મક પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેવી કે ગ્રામ સફાઈ, ભીંત શ્લોગન તેમજ ગંદકી ત્યાં મંદવાડ અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે ગ્રામજનો સાથે પરિસંવાદ વગેરે આ સાથે સેવંતીભાઈ નાયક અને તેમની ટીમ દ્વારા ભવાઈ કાર્યક્ર્મ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. આ ભવાઈ કાર્યક્ર્મના માધ્યમથી “સ્વચ્છતા ત્યાં પ્રભુતા, બેટી બચાઓ બેટી પઢાઓ, વ્યસન મુક્તિ, માર્ગ અકસ્માત અને સલામતી” જેવા વિષયો પર ભવાઈના વિવિધ વેશો દ્વારા ગ્રામજનો અને સ્વયં સેવકોને સરસ સંદેશો આપવામાં આવ્યો હતો. આમ એન.એસ.એસ. પ્રવૃત્તિના પ્રોગ્રામ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ તેમજ શાળાના પ્રિન્સીપાલ અને અન્ય સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.