AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

Gujarat High Court : વર્દી વિના સાદા ડ્રેસમાં આવતી પોલીસની ગેરશિસ્તને લઇ હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી

ગુજરાત હાઇકોર્ટમાં કેસની સુનાવણી દરમ્યાન પોલીસ કર્મચારી કે અધિકારી વર્દી પહેર્યા વિના સાદા ડ્રેસમાં આવતાં જસ્ટિસ જે.સી.દોશીએ બહુ ગંભીર નોંધ લીધી હતી અને પોલીસને જોરદાર રીતે રીતસરનો ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ જે.સી.દોશીએ સરકારપક્ષને સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, તમારે પોલીસને વર્દી પહેરવામાં શું તકલીફ પડે છે…? કોર્ટ સમક્ષ હાજર થનાર કોઇપણ પોલીસ અધિકારી કે કર્મચારી હોય તે ખાખી વર્દી કે તેમના ફરજના ગણવેશમાં નહી આવે તો હાઇકોર્ટ સહેજપણ સાંખી નહી લે. હાઇકોર્ટે એક તબક્કે આ મામલે ગૃહવિભાગને ઉદ્દેશીને હુકમ જારી કરવાની અને તા.૧લી જાન્યુઆરી, ૨૦૨૪થી હુકમોમાં આ અંગે ટીકાત્મક અવલોકન કરવાની ગંભીર ચીમકી ઉચ્ચારી હતી.

અદાલતમાં કેસોની સુનાવણી દરમ્યાન વર્દી વિના સાદા ડ્રેસમાં આવતી પોલીસની ગેરશિસ્તને લઇ હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. અને સરકારને નિર્દેશ આપ્યા હતા.

કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટના ધ્યાન પર ફરી એકવાર પોલીસ કર્મચારી વર્દી વિના સાદા ડ્રેસમાં આવ્યા હોવાની હકીકત ધ્યાન પર આવતાં જસ્ટિસ જે.સી.દોશીએ બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી. તમારા પોલીસ અધિકારીને ખાખી વર્દી પહેરવામાં શુ તકલીફ પડે છે..? શું સમજે છે પોલીસવાળા. શું હાઇકોર્ટ ગૃહવિભાગને ઉદ્દેશીને હુકમ કરે…? રોજ કોઇને કોઇ પોલીસ અધિકારી વર્દી વિના હાઇકોર્ટમાં આવે છે. સીઆઇડી હોય, એલસીબી હોય કે પીસીબી કે પછી ક્રાઇમબ્રાંચ સહિત કોઇપણ પોલીસ હોય તેણે હાઇકોર્ટ સમક્ષ વર્દી પહેરીને જ આવવુ પડશે. દેશનો સર્વોચ્ચ અધિકારી હશે તો પણ વર્દી વિના આ કોર્ટમાં પ્રવેશપાત્ર નહી કરું. એ બધુ તપાસ માટે છે, કોર્ટમાં હાજર થાઓ ત્યારે નહી. આ છેલ્લી ચેતવણી છે.

નવા વર્ષથી હાઇકોર્ટ આ મામલે હુકમમાં નિરીક્ષણ કરશે અને બધાની નોકરીઓ જવાની શરૂ થશે. હાઇકોર્ટે અદાલત સમક્ષ કેસોની સુનાવણી દરમ્યાન ઉપસ્થિત રહેતા પોલીસ કર્મચારી કે અધિકારીઓ વર્દીમાં જ આવે અને શિસ્તતા જાળવે તે અંગે મુખ્ય સરકારી વકીલ અને એડવોકેટ જનરલનું ધ્યાન દોરવા અધિક સરકારી વકીલને સૂચના આપી હતી. જસ્ટિસ જે.સી.દોશીએ પોલીસની વર્દીને લઇ સરકારપક્ષને છેલ્લી ચેતવણી આપી હતી અને તેનું અસરકારક પાલન કરવા કડક તાકીદ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button