GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ બે એસટી ડ્રાઇવરોને સસ્પેન્ડ કરતા એસટીના વિવિધ સંગઠનો દ્વારા વિભાગીય નિયામકને આવેદન

જૂનાગઢ બે એસટી ડ્રાઇવરોને સસ્પેન્ડ કરતા એસટીના વિવિધ સંગઠનો દ્વારા વિભાગીય નિયામકને આવેદન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તાજેતરમાં જ જુનાગઢ ડેપોમાં ફરજ બજાવતા બે ડ્રાઈવરોને સામાન્ય પ્રકારની ભુલને કારણે સસ્પેન્ડ આપવામાં આવ્યા છે. જેમાં એક ડ્રાઈવર પી.આર. મકવાણા જેના બેજ.નં. ૭૬૧ છે, તે ફરજ દરમ્યાન બીમાર પડી જવાથી ફરજ પર હાજર રહ્યા નહીં અને તે બીમાર હોવા અંગેનું સીવીલ સર્જનનુ અનફિટ સર્ટી પણ રજુ કરેલ હતું, તેમ છતાં તેને સસ્પેન્ડ કરી પોરબંદર ડેપો ખાતે મુકવામા આવ્યા હતા, તેમજ અન્ય એક ડ્રાઈવર શરદભાઈ બી. કચોટ જેના બેજ નં ૬૭૧ તે પીઠડીયા ટોલ નાકા ખાતે ટ્રાફિક જામ થઈ જતા ટોલ બુથના કર્મચારીના કહેવાથી તેમની બસ રીવેશ લેતા હતા, તે સમય બસનો ખૂણો ડીવાઈડર સાથે અથડાઈ જતા બસને નુકશાન થયેલ હતુ. જે અંગેની જાણ ડ્રાઈવર દ્વારા નાઈટશીપ ઈન્ચાર્જને જાણ કરેલ હતી, તથા તેમની સુચના મુજબ બસ લઈ તેઓ જુનાગઢ ડેપો ખાતે આવેલ હતા, જે કેસમાં તેને પણ સસ્પેન્ડ કરી વેરાવળ ડેપો ખાતે મુકવામા આવેલ છે.
ત્યારે જૂનાગઢ એસ ટી ડેપોના એસ.ટી. વર્ક્સ કેડરેશન, એસ.ટી. કર્મચારી મંડળ સહિત એસ.ટી. મજદૂર સંઘ દ્વારા ઉપરોકત બાબતે વિભાગીય નિયામકને રજુઆત કરી કે નિગમમાં કર્મચારી દ્વારા કોઈ અનિયમિતા આચરવામાં આવે તો તેના પર પગલા લેવા પરીપત્ર નં.૨૧૭૮ થી જોગવાઈ નકકી કરેલ છે, જયારે ઉપરોકત બંન્ને ગુના કોઈ ગંભીર પ્રકારના ગુના નથી કે સામાન્ય રીતે કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે, તેમજ કરમારી વિરુધ્ધ કોઈ ગંભીર કેસમાં તપાસ ચાલુ હોય, અને તપાસ દરમ્યાન તે અડચણ રૂપ થાય તેમ હોય, ત્યારે તેવા કર્મચારીઓનું હેડ કવાર્ટર ફેરવામાં આવે છે, પરંતુ ઉપરોકત આવી કોઈ અનિયમીતતા નથી તેમ છતા આ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલ , જેના કારણે જુનાગઢ ડેપોના કર્મચારીઓમાં ખુબ જ અસંતોષ ફેલાયેલ છે.
જયારે એસ.ટી. વિભાગના બીજા બધા ડેપોમાં કર્મચારીઓને ફરજ ફાળવેલ હોય અને અનિવાર્ય કારણોસર કે બિમારીના કારણે તે ફરજ પર આવી શકે નહી તેવા સંજોગોમા તેમના પર કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી પરંતુ સામાન્ય લાઈન ન ઉપાડવા ના કેસમાં કર્મચારીની હકીકતલક્ષી વિગત ધ્યાને લીધા વગર તેને સામાન્ય ગુનામાં સસ્પેન્ડ કરેલ છે, જેના કારણે આ કર્મચારીઓ તથા તેના પરીવાર ઉપર આ બાબતની ખુબ જ ગંભીર અસર પડેલ છે અને કામદારોમાં પણ ખુબ જ આક્રોશ ફેલાયેલ છે.
જેને લઈને વિભાગીય નિયામકને આવેદન પત્ર પાઠવી ઉપરોક્ત બન્ને કર્મચારીઓના સસ્પેન્શન હુકમ તાત્કાલીક રદ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તેમજ ઉપરોકત બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કર્મચારીઓમાં ફેલાયેલ અસંતોષના કારણે જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો તે અંગે સંગઠન કે સંગઠનના કોઈ આગેવાન જવાબદાર રહેશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી.

[wptube id="1252022"]
Back to top button