
જૂનાગઢ લોટ્સ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા લોટસ રમોત્સવ ૨૦૨૩ યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : લોટ્સ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા લોટસ રમોત્સવ ૨૦૨૩ નું આયોજન બાઉદીન કોલેજના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં ૧૦૦ મીટર દોડ અને ૬૦ મીટર દોડ એથલેટીક કોમ્પિટિશન હતી. જેમાં અન્ડર ૯, અન્ડર ૧૧ અને અન્ડર ૧૪ એમ ત્રણ અલગ અલગ વયજૂથમાં આ સ્પર્ધા રમાડવામાં આવેલ હતી.
જેમાં વિજેતા સ્પર્ધકોને સંસ્થા દ્વારા મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને જે સ્પર્ધકોએ ભાગ લીધો હતો, એવા સ્પર્ધકો ને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા લોટ્સ સ્પોર્ટ્સ એકેડેમીના ટ્રસ્ટીઓ અને મેમ્બરો દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી.
[wptube id="1252022"]