સુરેન્દ્રનગર જીલ્લામાં મચ્છર જન્ય રોગો ઘટાડવા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ.

તા.25/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર આજે વિશ્વ મેલેરિયા દિવસ છે સુરેન્દ્રનગર જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળો ઘટાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે જેમાં 5 વર્ષમાં મેલેરિયાના કેસોમાં 98 ટકાનો ઘટાડો નોંધાયો છે જિલ્લામાં મેલેરિયા મુક્ત ગુજરાત 2030 અભિયાન લક્ષ્યાંક હાંસલ કરવા માટે ટીમો કામે લાગી છે જેમાં 22થી 30 એપ્રિલ દરમિયાન 700 ટીમો 100 સુપરવાઇઝરના માર્ગદર્શનમાં કામે લાગી છે જેમાં 3 દિવસમાં 1,11 લાખ ઘરોમાં સર્વે થયો જેમાં 5,61 લાખ વસ્તી આવરી લેવાઇ છે જેમાં શંકાસ્પદ 2565 લોકોના લોહીના નમૂના લેવાયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ઋતુજન્ય રોગચાળો વધે છે જેમાં ઉનાળામાં હાલ ડબલ ઋુતુને લઇ રોગચાળો વકરતો હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત 2030 અભિયાનનો લક્ષ્યાંક હાંસલ કરવા ટીમો કામે લગાડાઇ છે જેમાં સુરેન્દ્રનગર નગર જિલ્લામાં 5 વર્ષમાં 98 ટકા મેલેરિયાના કેસમાં ઘટાડો થયો છે ત્યારે જિલ્લાને મેલેરિયા મુક્ત બનાવવા ખાસ અભિયાન હાથ ધરાયું છે આથી તા.22 એપ્રિલથી 30 એપ્રિલ સુધી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.જી.ગોહિલના માર્ગદર્શનમાં એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.જયેશ રાઠોડ તથા ક્ધસલ્ટન્ટ અરવિંદભાઇ માલવણીયા, જિલ્લા સુપરવાઇઝર મનોજસિંહ પરમાર દ્વારા આરોગ્ય વિભાગની 700 ટીમો દ્વારા 100 સુપરવાઇઝરના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરાઇ છે જેમાં 22,23,24 તારીખ સુધીમાં 1,11,000 ઘરોનું સર્વે હાથ ધરાયો હતો જેમાં 1581 ઘરો પોઝિટિવ મળ્યા હતા જેમાં કુલ 3,62,900 પાત્રો તપાસવામાં આવ્યા હતા જેમાં 2266 પાત્રોમાં મચ્છર જણાયા હતા આ દરમિયાન 2565 લોકો શંકાસ્પદ જણાતા લોહીના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી કોઇ પોઝિટિવ આવ્યા નથી આરોગ્ય વિભાગની ટીમોએ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે સર્વે કરાયો હતો જેમાં મુખ્યત્વે ઘરોની આસપાસ મૂકેલા પ્લાસ્ટિકના સાધનો કે ડ્રમ તથા ટાયર અને પાણી ભરેલું રહે તેવા પાત્રો અને ખુલ્લી ગટોમાં મચ્છરોના બ્રિડિંગ જોવા મળ્યા હતા આ ઉપરાંત કુલર, એસીના પાણીમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન જોવા મળ્યા હતા.





