GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

મજેવડી ગામ ODF+ જાહેર, લેન્ડ રેકોર્ડનું ૧૦૦ ટકા ડિજિટેલાઈઝેશન

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જૂનાગઢના મજેવડી ગામે સત્કાર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં ગામે ગામ ફરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું જૂનાગઢ (ગ્રામ્ય)તાલુકાના મજેવડી ગામે સત્કાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને પ્રસંગોચિત સંબોધન પણ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાલક્ષી યોજનાઓનું લોકોને લાભ મળી રહે તે માટે અને સમાજમાં જાગૃતિ આવે તે માટે એક જન આંદોલન બનાવી દેવામાં આવે છે. પ્રધાનમંત્રીના શબ્દોને સ્મરીત કરતા કહ્યું કે, દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હવે દેશ માટે મરવા નહીં પણ જીવવાની આવશ્યકતા છે. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગેરંટી સાથે કામ કરી રહી છે, ત્યારે  લોકોએ પણ વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.
અંતમાં તેમણે સ્વચ્છ ભારતની સંકલ્પનાને સાકાર કરવા આપણા ગામને પણ સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જણાવ્યું કે, વિકાસના લાભોથી છેવાડાનો માનવી વંચિત ન રહે અને વિકસિત ભારતના નિર્માણ માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાઈ છે. દેશને વિકસિત અને પુનઃ વિશ્વ ગુરુ બનાવવા માટે પ્રધાનમંત્રી સખત પરિશ્રમ કરી રહ્યા છે.
બિન આરોગ્યપ્રદ ખાન પાનના કારણે અને આપણા પરંપરાગત ધાન્યો ભુલાતા લોકોનું આરોગ્ય કથડ્યું છે. ખેતીમાં રાસાયણિક ખાતર દવાના વધુ પડતા ઉપયોગના કારણે લોકો કેન્સર જેવી ગંભીર બીમારીઓનો પણ ભોગ બની રહ્યા છે, ત્યારે ધરતી માતાનું ઋણ અદા કરવા પ્રાકૃતિક ખેતી અપનાવી લોકોનું આરોગ્ય પણ બચાવીએ તેઓ તેમણે અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નુતન વિચારો સાથે દેશને વિકાસના પંથ પર આગળ લઈ જઈ રહ્યા છે. દેશને વિકસિત બનાવવા અને ગ્રામ્ય કક્ષાએ પણ લોકોની સુખ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા સંકલ્પ સાથે યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાચા અર્થમાં લોકોને મદદરૂપ થવાનું અભિયાન છે. અધિકારીઓ કર્મચારીઓ સામેથી આવી લોકોના કામ કરે છે.
તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનું ભવિષ્ય ઉજળું છે. પ્રાકૃતિક ખેતી થી ગાયનું જતન પણ થાય છે અને આરોગ્યપ્રદ ખોરાક પણ લોકોને મળી રહે છે.
આ માટે રાજ્યપાલશ્રીએ પણ ખૂબ મોટી મુહિમ હાથ ધરી છે. અંતમાં તેમણે ૨૦૨૩માં ઉજવાઈ રહેલા મીલેટ્સ યરનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે મજેવડી ગામને ઓડીએફ પ્લસ જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ ગામની જમીનના રેકોર્ડનું ૧૦૦ ટકા ડિજિટેલાઈઝેશન કરવાની નોંધ લેવામાં આવી હતી ઉપરાંત નલ સે જન યોજનાના સફળ અમલીકરણ માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર એ નાયક કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભોના વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ જુદા-જુદા કચેરીઓ યોજનાઓની જાણકારી આપવા સ્ટોલ રાખવામાં આવ્યા હતા.
મેરી કહાની મેરી જુબાની અંતર્ગત જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
કાર્યક્રમના અંતે ડ્રોન નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્ટાફનર્સ ભૂમિબેન રામાણી સન્માન કરવામાં આવ્યું હતું અને ચિત્રકલામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર માહી પોકીયાનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટર અનિલકુમાર રાણાવાસિયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ ગજેરા, અગ્રણી સર્વ હરિભાઈ પરમાર, વેલજીભાઈ પાથર, રાજેશભાઈ ઢોલરીયા, ભરતભાઈ દોમડીયા સરપંચ દર્શનાબેન પોકિય, સુરીલભાઈ પોકિયા, તાલુકા વિકાસ અધિકારી ઠાકુર સહિતના પદાધિકારી અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button