GUJARAT

જંબુસર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમિયા તથા સ્ટાફ ધ્વારા પોલીસ મથક વિસ્તાર ના ગામો મા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો


જંબુસર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમિયા તથા સ્ટાફ ધ્વારા પોલીસ મથક વિસ્તાર ના ગામો મા જનજાગૃતિ અભિયાન હાથ ધરાયુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમિયા ધ્વારા પોલીસ મથક વિસ્તાર ના ગામો મા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામા આવ્યુ છે.તેના ભાગરૂપે આજરોજ પોલીસ મથક વિસ્તાર ના અણખી તથા ભાણખેતર ગામે પોતાના સ્ટાફ સાથે જઈ ને ગ્રામજનો તથા અગ્રણીઓ ની ઉપસ્થિતિ મા જનજાગૄતિ કાર્યક્રમ યોજયો હતો. આ જનજાગૃતિ કાર્યક્રમ મા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમિયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. કામલીયા તથા સ્ટાફ ધ્વારા બાળ ગુનેગારી, સાઈબર ક્રાઈમ, સ્કેમ, રેગિંગ, દારૂબંધી, હિંસા રોકવા માહિતિ આપવામા આવી હતી તેમજ પોકસો એકટ વિગેરે વિષય ઉપર ગ્રામજનો ને માર્ગદર્શન આપ્યુ હતુ.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button