
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણી જંબુસર, વેડચ, કાવી પોલીસ દ્વારા કરવામાં આવી.
જંબુસર ડીવાયએસપી ના માર્ગદર્શન અને પીઆઈ વી.એન રબારી ની રાહબરી હેઠળ જંબુસર, વેડચ, કાવી પોલીસ દ્વારા મારી માટી મારો દેશ અભિયાન હેઠળ જંબુસર ડેપો પોલીસ ચોકી થી રેલી યોજી નગરના કોટ બારણા,મુખ્ય બજાર, લીલોતરી બજાર,કાવા ભાગોળ થઈ સ્વરાજ ભવન ખાતે પહોંચી હતી. જ્યાં દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત અભિયાન હેઠળ હાથમાં માટી લઈ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. રાષ્ટ્રગાન કરાયું હતું. સદર કાર્યક્રમમાં પી એસ આઈ વી પી મલ્હોત્રા, ડી એ તુવર, મોદી સાહેબ, જંબુસર, કાવી, વેડચ હોમગાર્ડ, જી.આર.ડી જવાનો, તથા એસ.પી.સી સ્ટુડન્ટ હાજર રહ્યા હતા…
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
[wptube id="1252022"]





