
રિપોર્ટર….
અમિન કોઠારી
સંતરામપુર
કડાણા ના અંતરિયાળ ગામોમાં મોબાઇલ નેટવર્કના ધાંધિયાથી ગ્રામજનો પરેશાન
પેટા:-

જાબુનળા, પછેર, રેલવા, ખરોડ જેવા ગામો મોબાઈલ નેટવર્ક સુવિધાથી વંચિત

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં જેવા જાબુનળા. રેલવા. પછેર, અમબોજા , આવેલ ગામોમાં મોબાઈલ નેટવર્કના ધાંધિયાને કારણે પ્રજા પરેશાન થઈ રહી છે. જેથી મોબાઈલ કંપનીઓની ગુણવત્તા સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.
ડિઝીટલ ઈન્ડિયાની કેન્દ્ર સરકારની દોટ ગ્રામ્ય વિસ્તારોમાં નિર્થક સાબિત થઈ રહી છે. મોબાઈલ કંપનીઓના ટાવરની બદત્તર સરવિસ ના કારણે મહીસાગર ના કડાણા તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા અનેક ગામોના લોકો હજુ પણ મોબાઇલ નેટવર્કની સારી સુવિધાતી વંચિત રહ્યા છે.
આદિવાસી વસ્તી ધરાવતા અંતરીયાળ ગામમાં લોકો મોબાઈલ તો રાખે છે પરંતુ જ્યાં સુધી મોબાઈલ નેટવર્ક નથી આવતું ત્યાં સુધી કોઈ સાથે વાત નથી કરી શકતા અથવા કોઈ ઊચાણ વાળો વિસ્તાર અથવા ડુંગર પર ચડી વાતો કરવા મજબુર બન્યા છે.
સગા-સંબંધીઓ સાથે તો માંડમાંડ વાત કરતા હોય ત્યારે ત્યાં કોલ ડ્રોપ થઈ જતા હોય છે.
કયારેક તો ઈમરજન્સી સેવા ૧૦૮ કે પોલીસ તંત્રને ફોન કરવા માટે ફાંફા પડી જતા હોય છે.ખાનગી હોય કે સરકારી કોઈપણ કંપનીના ટાવર કે લેન્ડલાઈન ફોનની સુવિધાઓ પણ આ ગામમાં સમયસર સેવા પૂરી પાડી શકતી નથી.જેથી અહીંના ગ્રામજનો મોબાઈલની કનેકટીવીટીના અભાવે જીવને જોખમમાં મૂકી કોઈ ઉચાણ વાળા વિસ્તાર અથવા ડુંગર પર ચઢી મોબાઈલનો ઉપયોગ કરવા મજબુર બન્યા છે.
અહીંના વિસ્તારના ગામોમાં કોઈ બિમાર હોય કે તંત્રને બોલાવવું હોય ત્યારે મોબાઈલ સાવ શોભાના ગાંઠીયા સમાન સાબિત થાય છે.








