અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રેલ્લાંવાડા જલારામ મંદિર ખાતે જલારામબાપા નો 26 મોં પાટોત્સવ યોજાયો

મેઘરજ તાલુકામાં આવેલ આવેલ રેલ્લાંવાડા ગામ ખાતે જલારામબાપાના મંદિર ખાતે પાટોત્સવ યોજાઈ ગયો મંદિરમાં પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની મૂર્તિની પ્રતિષ્ઠા ના 26 વર્ષ પૂર્ણ થતા વૈશાખ વદ સાતમને ગુરૂવારના તારીખ ૩૦/૦૫/૨૦૨૪ ના રોજ રેલ્લાવાડા ગામ ખાતે આવેલા સંત શ્રી જલારામ બાપાના મંદિરને પાટોત્સવ યોજાયો હતો જેમાં સવારે બાપાના મંદિરમાં સૌ પ્રથમ જલારામ બાપાનો અભિષેક સવારે ૭ કલાકે કરવામાં આવ્યો હતો તેમજ મહાઆરતી સવારે ૯ કલાકે કરવામાં આવી હતી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુના ગામના લોકો તમેજ ગ્રામજનો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જલારામાં બાપાના પરમ ભકત પ્રદીપભાઈ પટેલ તેમના પુત્ર દેવેન્દ્રભાઈ પટેલના સુપુત્ર વીરુ ને પાટોત્સવ નિમિત્તે ઇસરીના મોતીભાઈ પટેલના પરિવાર દ્વારા માનતા પૂર્ણ થતા સાકરમાં તોલાવામાં આવ્યો હતો









