જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં આવી

તા.22/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે જળ એજ જીવનના સૂત્રને સાર્થક કરતા ઉનાળાની આ અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે આપણા જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા તેમજ દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી નાત જાતનાના ભેદભાવ વગર ત્રણ અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે જેમાં મહેતા મોબાઈલ (ફોનવાલે), A ડીવીઝન પોલીસ સ્ટેશન સામે, સુરેન્દ્રનગર, રતન ટાઈમ, ન્યુ માર્કેટ સામે, પતરાવાળી ચોક, સુરેન્દ્રનગર અને, શ્રેણિક એન્ટરપ્રાઈઝ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડ આ ત્રણ અલગ અલગ સ્થળ પર ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં આવી હતી જેમાં સિલ્વર ગ્રુપના પ્રેસીડન્ટ કૃણાલભાઈ મહેતા, સેક્રેટરી ગુંજન સંઘવી તેમજ શ્રેણિકભાઈ શાહ, હિરેનભાઈ પરીખ, અલ્પેશભાઈ દેસાઈ, સંજયભાઈ સંઘવી, નીખીલેશભાઈ શાહ, નીર્મેશભાઈ શાહ, દિલીપભાઈ શાહ, હિતેનભાઈ શાહ અને સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહીને સેવાની કામગીરી હાથ ધરી છે.





