હાલોલ:આનંદપૂરા પાસે બાઇક કાર સાથે ભટકાતા અક્સ્માતમા બાઇક પાછળ બેઠેલી તરુણીનું ઘટના સ્થળે કરુંન મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૫.૨૦૨૪
હાલોલ વડોદરા હાઇવે પર આનંદપુરા નજીક સર્જાયેલ અકસ્માત માં એક બાઈક કાર સાથે અથડાતા રોડ પર પટકાયેલ બાઈક ચાલક સાથે પાછળ બેઢેલ તેની પિતરાઈ બહેન ઉપર બાજુમાંથી પસાર થતી ટ્રક ના મહાકાય પૈડાં તેની ઉપર ફરી વળતા બહેન નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જયારે બાઈક ચાલક ને તાત્કાલીક ૧૦૮, એમ્બ્યુલન્સ માં હાલોલ સરકારી દવાખાને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો. બનાવ ને લઇ પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ દાહોદ જિલ્લાના લીમખેડાના જેરજીતગઢ ગામના રહેવાસી સમીરભાઈ રાકેશભાઈ ડામોર છેલ્લા ઘણા સમય થી વડોદરા ની એક બાંધકામ સાઈટ ઉપર ટ્રેક્ટર ચલાવે છે.તે જ બાંધકામ સાઈટ ઉપર તેના કાકા વિજયભાઈ ડામોર પણ જેસીબી ચલાવે છે.સમીર બાઈક લઇને લીમખેડા તેમના વતન માં ગયો હતો.અને આજે સવારે વડોદરા ખાતે પરત જઇ રહ્યો હતો.જેથી તેના કાકા વિજયભાઈની ૧૨ વર્ષની દીકરી આરોહી ને હાલમાં વેકેશન ચાલતું હોવાથી તેને તેના પિતા સાથે વડોદરા રહેવા માટે આવવું હતું.જેથી બાઈક ઉપર પિતરાઈ બહેન ને સાથે લઈને વડોદરા જઈ રહ્યો હતો. દરમ્યાન હાલોલ-વડોદરા રોડ ઉપર આનંદપુર પાસે સમીર ની બાઈક નો કાર સાથે સર્જાયેલ અકસ્માતમાં બાઈક સાથે રોડ ઉપર ધસાડાયેલા સમીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જ્યારે ૧૨ વર્ષની આરોહી વિજયભાઈ ડામોર ના બાજુ માંથી પસાર થતી ટ્રક ના તોંતિગ પૈડાં તેની પર ફરી વળતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું.જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સમીરને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેના જમણા હાથમાં પહેરેલું કડું હાથમાં ઘૂસી ગયું હોવાથી તેને ઓપરેશન કરીને બહાર કાઢવું પડે તેવી સ્થિતિ હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કર્યો હતો.બનાવ ની જાણ હાલોલ ગ્રામ્ય પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક બાળકી ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે હાલોલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.











