GUJARATSURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગર વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, PHC, CHC, અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડીની સઘન સફાઈ હાથ ધરાઈ.

તા.12/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ તા. ૧૫/૦૬/૨૦૨૪ સુધી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ નગરપાલિકા વિસ્તારમાં આવેલી મુખ્ય સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, PHC, CHC, અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડીની સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, આ સ્વચ્છતા અભિયાન અન્વયે તા.૧૫/૦૬/૨૦૨૪ સુધી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયની ઉજવણી કરવામાં આવશે જેમાં દરરોજ જુદીજુદી થીમ હેઠળ સઘન સાફ સફાઈ કરવામાં આવશે.
[wptube id="1252022"]