GUJARATHALOLPANCHMAHAL

હાલોલ રૂરલ પોલીસ દ્વારા રિસોર્ટ તેમજ હોટલો પર સઘન ચેકીંગ હાથ ધરાયું 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩૧.૧૨.૨૦૨૩

૩૧ મી ડીસેમ્બર ની ઉજવણી ને લઈ પંચમહાલ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.૩૧ ડિસેમ્બર એ વર્ષ નો છેલ્લો દિવસ હોય રાત્રે બાર કલાકે નવા વર્ષ ના આગમન ની ઉજવણી માં ભાન ભૂલેલા લોકો નશીલા પીણા પી ને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોડતાં હોય છે ત્યારે આવા લોકો ને સબક શીખવવા માટે પંચમહાલ પોલીસે પેટ્રોલીંગ ચેકીંગ સહિત ની કાર્યવાહી હાથ ધરી છે.જીલ્લા પોલીસ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે તેમજ નાકાબંધી પોઇન્ટો તથા પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેકીંગ કાર્યવાહી હાથ ધરી કોઇ ઇસમ ધ્વારા કેફી પીણાનું સેવન કરેલાનું જણાઇ આવે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પોલીસ નાકાબંધીના પોઇન્ટો ઉભા કરી અસરકારક વાહન ચેકીંગ હાથ ધરી પ્રોહીબીશનની હેરાફેરી કરતા અસામાજીક ઇસમો ઉપર વોચ ગોઠવી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.જ્યારે હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઇ આર.એ.જાડેજા એ પણ તેઓના સ્ટાફ ને સાથે રાખી હાલોલ રૂરલ પોલીસ ની હદ વિસ્તાર માં આવેલા વિવિધ રિસોર્ટ પર જઈ સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.તેમજ રિસોર્ટ માં 31 ડિસેમ્બર ની ઉજવણી અંગે ના આયોજન અને કેટલા લોકો રોકાયેલા છે,કોઈ કેફી પીણું કે પદાર્થ સાથે લાવ્યા છે કે કેમ તે તમામ બાબતો ને લઇ ચેકીંગ હાથ ધરવા માં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button