IDARSABARKANTHA

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “શાકભાજી પાકોમાં લણણી બાદની પ્રક્રિયાઓ” વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમ યોજાઇ

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “શાકભાજી પાકોમાં લણણી બાદની પ્રક્રિયાઓ” વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમ યોજાઇ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ ચાલતી નોલેજ ડીસેમીનેશન થ્રુ ડીસ્ટન્સ લર્નીગ યોજના અંતર્ગત “શાકભાજી પાકોમાં લણણી બાદની પ્રક્રિયાઓ” વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમનું આયોજન તા.૨૧/૦૨/૨૦૨૩ ના રોજ યુ-ટયુબના માધ્યમથી કરવામાં આવ્યુ. તેમાં કુલ મળી ૧૩૯ ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધેલ. તાલીમની શરૂઆતમાં શ્રી તેજસ લિમ્બાચીયા, એસ.આર.એફ.,એ સૌને આવકારી તાલીમનું મહત્વ સમજાવેલ. શાકભાજી પાકોમાં થતો બગાડ અને તેને અટકાવવા ના ઉપાયો તેમજ મૂલ્યવર્ધીત બનાવટો વિષે સમજણ આપી ત્યારબાદ શ્રી બી. એલ. જાની, મદદનીશ પ્રાધ્યાપક અને વિભાગીય વડા, ફ્રુડ પ્રોસેસિંગ ઈજનેરી વિભાગ, ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલય, સ.દાં.કૃ.યુ દ્વારા શાકભાજી પાકોમાં યોગ્ય લણણી અને લણણી બાદની પ્રાથમિક તથા અન્ય મૂલ્યવર્ધન પ્રક્રિયાઓ જેવી કે વોશિંગ, ગ્રેડિંગ, સોર્ટિંગ, બ્લીચિંગ, ફ્રીઝીંગ, ડ્રાઈગ અને પેકેજીંગ જેવી વિવિધ પ્રક્રિયાઓ વિશે માર્ગદર્શન આપ્યું અને મૂલ્ય વર્ધન પ્રક્રિયાઓ ની તેની જરૂરિયાત અને તેના ફાયદાઓ વિશે સમજણ આપી મૂલ્યવર્ધિત પેકેટ જેવા કે વેફરસ, જ્યુસ, અથાણાં, ડિહાઇડ્રેટ્સ પ્રોડક્ટ્સ, કેચપ પાવડર જેવી નવીનતમ પેકેજ તકનીકો વિશે ખેડુતોને સંપૂર્ણ માહિતગાર કર્યા.
તાલીમના અંતમાં શ્રી હાર્દિક ડોડીયા, એસ.આર.એફ., વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીએ સૌનો આભાર માની તાલીમ પુર્ણ જાહેર કરેલ. તાલીમનું સફળ આયોજન શ્રી એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપક અને યોજનામાં કામગીરી કરતા એસ.આર.એફ. શ્રી હાર્દિક ડોડીયા અને તેજસ લિમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button