
વિજાપુર ખત્રીકુવા વિસ્તારમાં રોડ વચ્ચે ગાય બીમાર પડતા ટ્રાફીક સર્જાયો ગ્રામ.રક્ષક.દળના જવાનોએ ટ્રાફીક હળવો કર્યો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના ભરચક ખત્રીકુવા વિસ્તારમાં વાહનો ની અવાર જ્વર કરતા રોડ વચ્ચે ગાય બીમાર પડી ફસકાઈ પડતા ટ્રાફીક સર્જાયો હતો આસપાસના વેપારીઓએ પાલિકા ટ્રાફીક પોલીસ ગૌસેવા સંગઠન ને જાણ કરવામાં આવતા પાલિકા ના સફાઈ કામદારો તેમજ ગ્રામરક્ષકદળ ના જવાનો આવી પોહચ્યા હતા અને ટ્રાફીક હળવો કરવાની કામગીરી માં લાગી ગયા હતા .જ્યારે ગૌસેવા સંગઠનના સેવકોએ ગાય ને સેવા કરતા પશુ ચિકિત્સક દ્વારા સારવાર કરવામાં આવી હતી.જેથી બીમાર પડેલી ગાય બેઠી થઈ હતી. જોકે રસ્તા વચ્ચે રખડતી બીમાર ગાય કોની છે તેની તપાસ હાથ ધરાઈ હતી જોકે ગાય નો માલિક નહીં મળી આવતા ગૌસેવકી ને જાણ કરી વધુ સારવાર મળી રહે તે માટે લઈ જવા જાણ કરી હતી જોકે ની લાઈનો લાંબી હોવાથી ટ્રાફીક હળવો થવા માટે બે ત્રણ કલાકો લાગ્યા હતા





