વિજાપુર દોશીવાડા મહોલ્લાહ માં પીવાના પાણી સાથે દૂષિત પાણી તેમજ ગટરો નુ પાણી બહાર આવતું હોવાની ફરીયાદ ઉઠી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં દોશીવાડા મહોલ્લાહ માં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી સાથે દૂષિત પાણી તેમજ ખુલ્લી ગટરો નું પાણી બહાર રોડ ઉપર આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે આ અંગે પાલિકા ને વારંવાર લેખીત મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાંય પાલિકા દ્વારા કોઈ નિકાલ કરવામાં નહીં આવતા રહીશો માં રોષ જોવા મળ્યો છે.આ અંગે મહોલ્લાહ ના રહીશ ભાજપના મહિલા અગ્રણી પૂર્વ પાલિકા પ્રમુખ રેખાબેન કંસારા એ જણાવ્યું હતુ કે અમારા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગટરો નુ પાણી ઉભરાઈ ને બહાર રોડ ઉપર ફેલાય છે. તેમજ મહોલ્લાહ માં કેટલીક જગ્યાએ પીવાનું પાણી પણ ગંદુ આવે છે જેને લઇને પાલિકા માં જાણ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ નિકાલ કરાયો નથી અગાઉ અરજી પણ આપેલ છે. અને મૌખિક તેમજ ટેલિફોનિક પણ જાણ કરવામાં આવી છે. પીવાનું ગંદુ પાણી આવવા ના કારણે લોકો બીમારી માં સપડાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ખુલ્લી ગટરો તેમજ કેટલીક જગ્યાએ આવતું દૂષિત પાણી ના નિકાલ કરવામાં નહીં આવે તો અમો મહોલ્લાહ ની તમામ મહિલાઓ ભેગા થઈને પાલિકા ગજવી મૂકી શુ તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેથી સત્વરે પ્રશ્નો નિકાલ લાવવામાં આવે તેવી પાલિકા માં રહીશો રાવ નાખીને બેઠા છે.





