GUJARATJUNAGADHMANAVADAR

માણાવદર ખાતેના નારી સંમેલનમાં મહિલા કલ્યાણ અને સુરક્ષાની યોજનાઓની જાણકારી અપાઈ

માણાવદર ખાતેના નારી સંમેલનમાં મહિલા કલ્યાણ અને સુરક્ષાની યોજનાઓની જાણકારી અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે બાળ વિકાસ યોજના અઘિકારીની કચેરી-માણાવદર ઘટક દ્વારા “નારી સંમેલન” યોજાયુ હતું. આ કાર્યક્રમમાં સરકારની મહિલાઓના કલ્યાણ અને સુરક્ષાને લગતી વિવિધ યોજનાઓ તથા મહિલા સંબંધી વિવિધ કાયદાઓની જાણકારી આપવામાં આવી હતી.
માણાવદરના સોરઠીયા આહિર સમાજ ખાતે આયોજિત આ નારી સંમેલનમાં જૂનાગઢ જિલ્લા પંચાયત મહીલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી રીનાબેન મારડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમાબેન ઝાલાવાડિયા, પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.સી.ડી.ભાંભી, બાળ વિકાસ યોજના અઘિકારીશ્રી ગીતાબેન વણપરિયા, કોયલાણા ગામના સરપંચ જીવાભાઈ મારડિયા, અગ્રણી પ્રજ્ઞાબેન, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન કંચનબેન ડઢાણીયા ઉપરાંત આરોગ્ય વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, નારી અદાલત, શિક્ષણ વિભાગ, ૧૮૧ અભયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન અને બાળ વિકાસ યોજના અઘિકારી કચેરીનો તમામ સ્ટાફ તથા બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button