
કેશોદના કોલેજ રોડ પર આવેલા ગંગનાથપરા વિસ્તારમાં બાપા સીતારામ મંદિર પાસે સવારે પશુપાલક રામાભાઈ મુળુભાઈ કોડીયાતર પોતાની ભેંસ ને ચરાવવા છોડી હતી ત્યારે આ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલ નાં ટ્રાન્સફોર્મર માં શોર્ટસર્કીટ થયેલ હોય ભેંસ ને વિજશોક લાગતાં સ્થળ પર જ મૃત્યુ પામી હતી. સ્થાનિક પીજીવીસીએલ કચેરીમાં જાણ કરવામાં આવતાં સલામતી માટે વિજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા કેશોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી. કેશોદના કોલેજ રોડ પર આવેલા ગંગનાથપરા વિસ્તારમાં રહેતા રામાભાઈ મુળુભાઈ કોડીયાતર પશુપાલન નો વ્યવસાય કરતાં હોય અને પરિવારનું ભરણપોષણ કરી રહ્યાં છે ત્યારે વિજશોક લાગતાં અંદાજીત એક લાખ રૂપિયાની કિંમતની ભેંસ મરણ પામી છે અને રોજીંદા દુધ વેંચી ગુજરાન ચલાવતાં હોય પડ્યા પર પાટું સમાન પરિસ્થિતિ બની છે. કેશોદના કોલેજ રોડ પર જે સ્થળે વિજશોક લાગવાની ઘટના બની છે ત્યાં રોડ પર એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો હોવા છતાં પાણી વહી રહ્યું છે અને ટ્રાન્સફોર્મર ફરતે સેફ્ટી ગાર્ડ પણ લગાવવામાં આવેલ ન હોય ત્યારે સદનસીબે રવીવારે રજાનાં દિવસે ઘટના બની હતી નહિંતર બાજુમાં આવેલ આંગણવાડીના બાળકો આ પાણીમાં થઈને જતાં હોય મોટી ઘટના બનતાં અટકી હતી. કેશોદના કોલેજ રોડ પર આવેલા ગંગનાથપરા વિસ્તારમાં બાપા સીતારામ મંદિર આસપાસના રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતી કે જવાબદાર તંત્ર દ્વારા રોડ ઉંચો કરી પાણીનાં નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો કાયમી ધોરણે ચોમાસામાં ચાર મહિના વહેતાં પાણીમાં પસાર થવું પડે છે એ સમસ્યા નો અંત આવી શકે તેમ છે.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ