BHUJGUJARATKUTCH

ડિસેમ્બર માસમાં વાહનોના ફિટનેસ રીન્યૂ કેમ્પ નખત્રાણા, મુન્દ્રા, માંડવી અને દયાપર ખાતે ફિટનેસ રિન્યૂ કેમ્પ યોજાશે.

૩૦-નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહનમાલિકો માટે ડિસેમ્બર-૨૦૨૩ માસમાં વાહનોનો ફિટનેસ રીન્યૂ કરાવવા અંગેના ચાર કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પ ૦૨/૧૨/૨૦૨૩ના રોજ નખત્રાણા, ૦૯/૧૨/૨૦૨૩ના રોજ દયાપર, ૧૬/૧૨/૨૦૨૩ના રોજ મુન્દ્રા અને ૩૦/૧૨/૨૦૨૩ના રોજ માંડવી ખાતે યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે સવારે ૧૧:૦૦થી ૦૨:૦૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોના ફિટનેસ રીન્યૂ કરી આપવાની કામગીરી કરી આપવામાં આવશે તેમજ ભુજ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે જેની તમામ જાહેર જનતાએ નોંધ લેવા ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button