
વિજાપુર માલોસણ ગામની ધરોઈ કેનાલ ના ખોદકામ ના મામલે કાર્યપાલક ઈજનેરની કચેરીએ વળતર નહીં ચૂકવતા કોર્ટે કચેરી હિસાબી શાખાને શીલ માર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના માલોસણ ગામે ની ધરોઈ કેનાલ માં કરવામાં આવેલ ખોદકામ માટે ની વળતર પેટે ની રકમ ખેડૂત ને ચુકવવામાં નહીં આવતા કોર્ટે હિસાબી શાખાની કચેરીને શીલ માર્યું હતું આ અંગેની વિગતો મુજબ માલોસણ ગામના ખેડૂતો પટેલ કાંતિભાઈ પ્રભુદાસ તેમજ પટેલ કાંતિભાઈ ગોપાળદાસ દ્વારા ધરોઈ કેનાંલ ના ખોદકામ સમયે થયેલા નુકશાન અંગે વળતર મેળવવા માટે દાવો કરવામાં આવ્યો હતો જેમાં બંને ખેડૂતોને નુકશાન પેટે પટેલ કાંતિભાઈ પ્રભુદાસ ને રૂપિયા ૧૩.૯૧ લાખ અને પટેલ કાંતિભાઈ ગોપાળદાસ ને રૂ ૩.૨૫ લાખ નો વળતર ચૂકવી દેવા માટે ધરોઈ કાર્યપાલક ઈજનેર ની કચેરીને કોર્ટે હુકમ કર્યો હતો જેને નવ મહિના વીતી જતા ખેડૂતો ને વળતર નહીં ચૂકવતા વિજાપુર કોર્ટે ધરોઈ કાર્યપાલક ઈજનેર ની હિસાબી શાખા ની માલ મિલકત ટેબલ ખુરશી તિજોરી કોમ્પીયુટર સહિત રૂપિયા ત્રણ લાખ ની મિલકત જપ્ત કરી શીલ મારી દેવા આવ્યું હતું અને કોર્ટે કોર્ટ નો જ્યાં સુધી આદેશ ના થાય ત્યાં સુધી શીલ કોઈએ પણ ખોલવું નહીં તેવો હુકમ કરવામાં આવ્યો છે