GUJARAT
સાધલી ગામે મહિલા સરપંચનાં પુત્ર દ્વારા મહિલા સદસ્યનાં પતિ ઉપર જૂની અદાવતે લાકડીના ફટકા મારી હુમલો કરાતા ચકચાર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે જૂની અદાવત ને લઇ સાધલી ગ્રામ પંચાયત નાં મહિલા સદસ્યના પતિ ઉપર મહિલા સરપંચનાં પુત્ર દ્વારા લાકડીના ફટકા મારી જાન લેવા હુમલો કરાયો. બે માસ અગાઉ પંચાયતી કામ બાબતે મહિલા સરપંચ મનીષા બેન પટેલનાં પતિ જયેશ પટેલ તેમજ સાધલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યનાં પતિ સરફરાઝ નકુમની સાધલી ગ્રામ પંચાયતમાં બબાલ થઇ હતી.જેને લઇ પોલીસ ફરિયાદ થવા પણ પામી હતી. મહિલા સદસ્યનાં પતિ સરફરાઝ નકુમ પોતાના ઘરે નકુમ ફળિયામાં જતા હતા એ સમય દરમિયાન સાધલી ગ્રામ પંચાયત પાસે મહિલા સરપંચ મનીષા બેન પટેલનાં પુત્ર દ્રારા મહિલા સદસ્યનાં પતિ સરફરાઝ નકુમ ઉપર કેમેરા રેકોર્ડિંગ માં દેખાયા મુજબ જૈમિન પટેલ દ્વારા અચાનક હુમલો કરી લાકડીના ત્રણ ચાર ફટકા તેમજ લાત મારતા સરફરાઝ નકુમ ને તાત્કાલિક સાધલીની વિઘ્નહરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ની જાણ શિનોર પોલીસ ને થતાં શિનોર પી એસ આઈ આર આર મિશ્રા તેમજ કરજણ સી પી આઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.શિનોર પોલીસ દ્વારા સરફરાઝ નકુમની ફરિયાદ લઈ CCTV ફૂટેજ ના આધારે આરોપી ને પકડવાનાં કર્યા ચક્રો ગતિમાન કર્યા. ફૈઝ ખત્રી....શિનોર


ની
[wptube id="1252022"]





