HALOLPANCHMAHAL

હાલોલ:દુણિયા પ્રાથમિક શાળાના 68માં સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરાઇ 

તા.૧.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

પંચમહાલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત હાલોલ તાલુકા શિક્ષણ સમિતિ હસ્તકની દુણિયા પ્રાથમિક શાળાનો 68 મો સ્થાપના દિવસ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો.શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ એ સુંદર સાંસ્કૃતિક નૃત્ય રજુ કર્યા હતા.ઉપસ્થિત તમામ મહાનુભાવો નું શાળા પરિવાર વતી સ્વાગત કરવામાં આવ્યું હતું.હાલોલ તાલુકા શિક્ષણ સમિતિ હસ્તક ની દુણિયા પ્રાથમિક શાળા ની સ્થાપના 1955 માં કરવામાં આવી હતી. ત્યાર થી અવિરત શિક્ષણ નું ભાથું પીરસતી આ સરકારી પ્રાથમિક શાળાની આજે 68 વર્ષ પુરા થતા આજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શાળાનો સ્થાપના દિવસ ઉજવવમાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક સરપંચ,તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ, હોદ્દેદારો, પદાધિકારીઓ, શિક્ષણ સંઘો ના હોદ્દેદારો, બીઆરસી કો ઓર્ડીનેટર તથા સીઆરસીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button