
૨૫-સપ્ટે.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી કચ્છ :- વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર સંસ્થાના ૨૮ માં સ્થાપના દિન નિમિત્તે કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ. ડૉ. કાંતિભાઇ રામજીયાણી – માંડવી નાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિશ્રી જાદવજીભાઈ સૈયા ગેલડા , હરેશભાઈ છભાડીયા અને સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન. એસ.ચૌહાણ સાહેબ, રવજી જીવરાજ ધોળુ , હનુભા જાડેજા, જયંતીલાલ લઘાભાઈ પટેલ, માવજીભાઈ મેપાણી , મણીલાલભાઈ અમૃતીયા, જયેશભાઈ ચૌહાણ , સંસ્થાનાં પ્રમુખ શ્રી હરીલાલ પટેલ વગેરે મહાનુભવોની ઉપસ્થિતીમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય કરી અને પ્રજ્ઞાચક્ષુ કેતનભાઈ સોલંકી દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવેલ ત્યાર બાદ સંસ્થાનાં મંત્રીશ્રી હોથુજી પી. જાડેજાએ પધારેલ મહેમાનોનુ સાબ્દિક સ્વાગત તેમજ પ્રસંગ પરિચય અને સંસ્થા પરિચય આપેલ ત્યાર બાદ તમામ મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ અને ત્રેવીસ જેટલા સેવા નિવૃત્ત પ્રજ્ઞાચક્ષુ સરકારી કર્મચારીઓનુ શાલ તેમજ બ્રેઈલ લીપીમા હનુમાન ચાલીસાની બૂક અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. તેમજ જરૂરીયાતમંદ પચીસ દિવ્યાંગજનોને દાતાશ્રી અક્ષરનિવાસી પ્રેમજીભાઈ નારણભાઈ છભાડીયા મોટા આસંબીયા ના સહયોગ થી રાશનકીટનુ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમના ભોજન દાતાશ્રી હરજી સોમજી રામજીયાણી જનક્પર હાલે માંડવી રહેલ. કાર્યક્રમ દરમ્યાન દિલેર દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવવામાં આવેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા મંત્રીશ્રી રણછોડભાઈ કે. પટેલ , લાલજીભાઈ પ્રજાપતી, છાયાબેન લાલન, રમેશભાઇ ચંદે , રામજીભાઈ ચાવડા, અજીતસિંહ સમા, માનસંગજી સોઢા, શૈલેષગીરી ગૌસ્વામી તમામ ટ્રસ્ટીશ્રીઓએ સહકાર આપેલ. કાર્યક્રમ ના અંતે આભારવિધિ સંસ્થાનાં સહમંત્રીશ્રી કેતનભાઈ સોલંકી એ કરેલ. આ સમગ્ર કાર્યક્રમનો સંચાલન આશારીયાભાઈ ગઢવી ભાડીયાવાળાએ સંભાળેલ.