BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડી પંથકમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પુજા અર્ચના કરાઈ

રાજપારડી ગામે હોળી પૂજન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

રાજપારડી પંથકમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પુજા અર્ચના કરાઈ

 

 

 

ફાગણ સુદ પુનમે ઝઘડિયા. રાજપારડી.ઉમલ્લા નગર માં તેમજ સમગ્ર પંથકમાં ૫રંપરાગત રીતે હોળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોળીની પુજા અર્ચના કરે છે. અને સમગ્ર વરસ દરમ્યાન નગરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ તહેવારમાં નગર ના દરેક લોકો ખુબ જ ઉત્સાહથી ભાગ લે છે. અને હળી મળીને હોળીના તહેવારને મનાવતા હોય છે. હોલીકા પ્રગટાવીને રંગોના તહેવાર હોળીની શરૂઆત કરાવી હતી. શ્રધ્ધાળુઓ એ હોળી માં વિવિધ દ્રવ્યો ની આહુતિ આપીને પુજન અર્ચન કર્યુ હતુ ફાગણી પુનમ હોળી નાં પર્વ નું પૌરાણિક મહાત્મ્ય છે અને પરંપરા મુજબ જ હોળી પ્રગટાવી ને શ્રધ્ધાળુઓ એ તેમાં શ્રીફળ ઘાણી ચણા ખજુર હારડા પતાસા સહિતનાં દ્રવ્યો ની આહુતિ આપીને પુજા અર્ચના કરીને અને જળ નો અર્ઘ આપીને પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓ એ કરી હતી.

ઈરફાન ખત્રી

રાજપારડી

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button