થરાદના પાવડાસણ ગામે ગૌપ્રેમી યુવાને કેકના બદલે નિરાધાર ગૌમાતાઓની સેવા કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી




વાત્સલ્યમ્ સમચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
થરાદ તાલુકાના પાવડાસણ ગામનો ખૂબજ જીવદયા અને ગૌપ્રેમી યુવાન શ્રી નરસિંહભાઈ અમરાજી કરગટા ( અપેક્ષ હાર્ડવેર ) નામની દુકાન ધરાવે છે આજરોજ એમના જન્મદિવસ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી ગૌ-માતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈની પ્રેરણાથી સૌ યુવા મિત્રો સાથે મળીને નિરાધાર ગૌમાતાઓને લીલા ઘાસચારાની વ્યવસ્થા કરી અને ગૌસેવાનું એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે આજરોજ એમના જન્મદિવસ નિમિત્તે પાવડાસણ , જડીયાલી ગામની નિરાધાર 500 જેવી ગૌમાતાઓને એક દિવસનું ભોજન 9500/- રૂપિયાની એક ગાડી લીલીચાર અર્પણ કરીને પોતાના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો મિત્રો આ નરેશભાઈ કરગટાએ દરેક યુવા મિત્રોને એક સંદેશ આપ્યો છે કે આપણા જન્મદિવસ નિમિત્તે આપણે નજીકની કોઈપણ ગૌશાળાઓમાં જઈને મનાવવો જોઈએ જેથી કરીને આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણી જૂની પરંપરા જળવાઈ રહે આપણી આવનાર પેઢી પણ ગૌસેવા તરફ વળે.. સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સંતો-મહંતો અને ગૌ-માતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ નરેશભાઈ ને પોતાના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી અને દરેક લોકોને ગૌ સેવા તરફ વળવા અને ગૌમાતા બચાવવાં માટેનો એક શુભ સંદેશો આપ્યો એ બદલ એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો.









