નવસારી: ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહમાં ભૂગોળ વિષયમાં ૪૪૯૯ વિદ્યાર્થીઓ હાજર :૪૭ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર
સેક્રેટરી પ્રેકટીસ વિષયમાં ૧૦૧૭ વિદ્યાર્થીઓ હાજર: ૦૭ વિદ્યાર્થીઓ ગેરહાજર :

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સેક્રેટરી પ્રેકટીસ વિષયમાં ૧૦૧૭ વિદ્યાર્થીઓ હાજર: ૦૭ વિદ્યાર્થીઓ ગેરહાજર :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- ૧૨ (HSC) સામાન્ય/ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ તા.૧૧ મી માર્ચથી શરૂ થઇ છે. નવસારી જિલ્લામાં પરીક્ષાના આજે બીજા દિવસે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહમાં ભૂગોળ વિષયમાં ૪૫૪૬ વિદ્યાર્થીઓ પૈકી ૪૪૯૯ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજર રહયાં હતાં. જેમાં ૪૭ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતાં.
જયારે સેક્રેટરી પ્રેકટીસ વિષયમાં ૧૦૨૪ વિદ્યાર્થીઓ પૈકી ૧૦૧૭ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. જેમાં ૦૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહયાં હતાં. વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા હાજર રહેલા મહાનુભાવોએ કુમકુમ તિલક કરી આવકાર્યા હતા.








