Halol : હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ગણેશ ઉત્સવને લઈને ભવ્ય અન્નકૂટ યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૭.૯.૨૦૨૩
સમગ્ર દેશભરમાં હિન્દુઓના સૌથી પવિત્ર તહેવાર એવા ગણેશ ચતુર્થી ની છેલ્લા દસ દિવસથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં હાલોલ નગર ખાતે પણ ઠેર ઠેર 10 દિવસના મહેમાન બની બિરાજમાન થયેલ ગજાનંદ ગણપતિનું ગણેશ ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના પ્રાર્થના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.જ્યારે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે પણ દસ દિવસ થી ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે જેને લઇ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ તેમજ આરતી યોજાઈ હતી.આ પ્રસંગે શાળાના સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ના સાધુ સંતો,વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી અન્નકૂટ તેમજ આરતીનો લાભ લીધો હતો.આ પ્રસંગે સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિરના સંત શ્રી સાધુ કેશવ સ્વરૂપદાસજી મહારાજ, સંત શ્રી સાધુ સંત સ્વામી મહારાજ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










