GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકામાં ઘરેથી નીકળી ગયેલ બાળકીના પરિવારને શોધી ઘરે પહોંચાડતી

કેશોદ તાલુકામાં ઘરેથી નીકળી ગયેલ બાળકીના પરિવારને શોધી ઘરે પહોંચાડતી  અભયમ ટીમ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : કેશોદ તાલુકાના એક ગામમાં એક ૧૦ વર્ષીય કિશોરી મળી આવતા જાગરૂત નાગરિકે સાંજના સમયે ૧૮૧ અભયમ્ હેલ્પલાઇન પર ફોન કરી  મદદ માંગી હતી.
૧૮૧ કાઉન્સેલર દક્ષા ચાવડા સહ સ્ટાફ સ્થળ પર જઈ બાળકી જે ઘરે હતી તે પરિવાર સાથે તથા બાળકી સાથે  શાંત્વના  સહ કાઉન્સિલીંગ કરી સમગ્ર સમસ્યા જાણી બાળકીએ જણાવ્યું કે, તેઓ દાહોદ જિલ્લાના એક ગામમાં રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા ૨૦/૨૫ દિવસથી એક ખેડૂતને ત્યાં મજૂરી કામ માટે આવ્યા છે. મારા ભાઈના છોકરાને રાખવા બાબતે ભાઈ- ભાભી સાથે ઝઘડો થતા હું કહ્યા વગર સવારે ઘર છોડી નીકળી ગઈ. બાળકી સાથે વાતચીત કરી તેના ભાઈ-ભાભી કઈ જગ્યાએ રહે છે, તે કાઉન્સેલીંગ સહ વાતચીત દરમ્યાન જાણ્યું, વિગતે યાદ ન હતું માત્ર ગામનું નામ ખબર હતું તેના આધારે ૧૮૧ ની ટીમે  બાળકીના ભાઈ-ભાભી જ્યાં રહેતા હતા તે સ્થળ શોધી ત્યાં જઈ તેના ભાઈ-ભાભી તથા જયાં મજૂરીએ આવેલા છે તે પરિવાર સાથે વાતચીત કરી હતી.
તેઓએ જણાવ્યું કે અમે કેટલા સમયથી આને શોધતા હતા.બાળકીના ભાઈ-ભાભી સાથે વાતચીત કરી અને આવી રીતે ઝઘડો ના કરે તથા બાળકીના માતા-પિતા હયાત ન હોવાથી એક મોટા ભાઈ તરીકેની શું જવાબદારી અને ફરજ હોય તે સમજાવ્યું હતુ. અંતે બાળકી રાજીખુશીથી ત્યાં જ રહેવા તૈયાર થઈ ગઈ અને બાળકીને જણાવ્યું કે કાંઈ હેરાનગતિ હોય તો ઘર છોડી ચાલ્યું નહીં જવાનું પરંતુ ૧૮૧ હેલ્પલાઇન પર ફોન કરાવાનો અને બાળકીના પરિવારને જણાવ્યું કે આવી રીતે કોઈ ગુમ થઈ જાય કે ખોવાય જાય તો પોતાની રીતે તો શોધવા માટેના પ્રયાસ કરવાના પરંતુ વહેલી તકે પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.અંતે બાળકીના ભાઈ-ભાભી સહ સમગ્ર પરિવારે ૧૮૧ ટીમનો  આભાર વ્યક્ત કર્યો હતો.

 

[wptube id="1252022"]
Back to top button