GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં સ્નેહ મિલન સમુહ ભોજન સત્ય નારાયણ કથાનુ આયોજન થયુ

પુરષોત્તમ માસના પવિત્ર દિવસોમાં સમગ્ર માતરવાણીયાના ગામના કેશોદમાં વસતા પરિવાર માટે સત્યનારાયણ ભગવાનની કથા સાથે જ સ્નેહ મિલન સમારોહ અને સમૂહ ભોજન સમારોહનું આયોજન કેશોદ કડવા પટેલ સમાજમાં આયોજન કરવામાં આવેલ હતુ આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિવિધ જ્ઞાતિના પરિવારો ના મળવાનો અને એક બીજાના વિચારોને જાણવાનો અમૂલ્ય અવસર સહુને પ્રાપ્ત થયેલ. આ કાર્યક્રમમાં આવનાર દિવસોમાં સહુ સાથે મળી અને અન્ય પરિવારો માટે પણ સત્કર્મ કરવાનો સર્વે યુવાનોએ સંકલ્પ કર્યો. આ ઉમદા સંકલ્પને હાજર સર્વે વડીલોએ તન મન ધન થી સહયોગ આપવાની ખાત્રી આપી.આવા વિવિધ જ્ઞાતિઓનો સમૂહ કાર્યક્રમ માત્ર મતરવાણીયા ગામનો જ થાય છે. આ તમામ શ્રેય મતરવાણીયા ગામ ના કેશોદ માં વસતા વિવિધ જ્ઞાતિઓ ના પરિવાર ના વડીલો ને શ્રેય જાય છે.અને ઉદાહરણ રૂપ ખુબજ સુંદર અને શ્રેષ્ઠ કાર્યક્રમ કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ માતરવાણીયા ગામમાં એકસંપ છે.તેનું મોટું ઉદાહણ હોય તો માળિયા તાલુકા માં ક્યાંય હાઇસ્કૂલ નહોતી ત્યારે માતરવાણીયાના આગેવાનો માં સંપ હોવાથી પ્રથમ હાઈસ્કૂલ પણ માતરવાણીયા ગામને વલભાચાર્ય હાઈસ્કૂલ ના નામથી મંજૂરી મળેલી હતી જેનું ઉદઘાટન ઈંદિરાબેટીજી ના વરદ હસ્તે થયેલું આ પ્રમાણે તમામ ગામોના લોકો નોંધ લેવી અને હરેક ગામના લોકો ભેગા થઈને આવા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજે તો તમામ સમાજમાં એકતા ભર્યુ વાતાવરણ જોવા મળી શકે તેવુ સૌએ વિચારવું જોઈએ

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button