
રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૧૬.૩.૨૦૨૪
સમગ્ર વિશ્વમાં રમઝાનની શરૂઆત થતા મુસ્લિમ બિરાદરો ઈબાદતમાં લિંન થયા છે.ત્યારે હાલોલ નગરમાં પણ મોટા લોકોની સાથે સાથે નાના ભૂલકાઓ પણ રમજાન માસનો રોજો રાખી ખુદાની બંદગી કરી રહ્યા છે.જેમાં હાલોલ નગરનાં લીમડી ફળિયામાં રેહતી આઠ વર્ષીય કેસર ફાતેમા કાદીર દાઢી, રિદા ફાતેમા તુફેલ દેલોલિયા તેમજ હાલોલનાં કોઠી ફળીયામાં રેહતી આઠ વર્ષીય અશફિયા રિફાક્ત કાલોલિયાની દીકરીએ રમઝાન માસનો રોઝો રાખી ૧૪ થી ૧૫ કલાક ઉપરાંત ભૂખ્યા તરસ્યા રહી માસુમ અને નિખાલસપને અલ્લાહની ઇબાદત કરી પોતાની કાલી ઘેલી ભાષામાં હાથ ઉઠાવી દુઆઓ કરી હતી.ત્યારે મુસ્લિમોના પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક માસ સુધી રોજા ઉપવાસ કરી અલ્લાહની બંદગી કરવામાં આવી રહી છે.જ્યારે આ તમામ નાના ભૂલકાઓએ ૧૪ થી ૧૫ કલાક જેટલા સમય સુધી ભૂખને વેઠી અને તરસ્યા રહી દિવસ દરમિયાન અલ્લાહની બંદગી કરી દુઆઓ કરી રમજાન માસનો રોજો રાખ્યો હતો.જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ આ નાના ભૂલકાઓને ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.