HALOLPANCHMAHAL

હાલોલ માં ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં નંદ મહોત્સવ ઉજવાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૫.૨૦૨૪

હાલોલ નગર માં એમ.એસ. હાઈસ્કૂલ કમ્પાઉન્ડ ખાતે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ ( ભાગવત સપ્તાહનો ) ના ચોથા દિવસે બુધવાર ના રોજ નંદ મહોત્સવ પ્રસંગ ઉજવાયો હતો કથા મંડપ નંદાલય બની ગયું હતું.હાલોલ નગરમાં એમ. એસ.હાઈસ્કૂલના પટાંગણમાં હાલોલ નગરના જવાહર નગર માં રહેતા કોકિલાબેન તેમજ બટુકભાઈ શાહ પરીવાર દ્વારા બપોર ના ૪ થી સાંજે ૭ વાગ્યા દરમ્યાન છેલ્લા ચાર દિવસ થી શ્રીમદ્દ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા ચાર દિવસ થી ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ ( ભાગવત સપ્તાહનો )ને લઇ વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સપ્તાહના ચોથા દિવસ પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી વ્યાસપીઠ પર બિરાજમાન થઇ તેઓના શ્રી મુખેથી ભક્તિસભર કર્ણપ્રિય અને સંગીતમય શૈલીમાં ભાગવત સપ્તાહનું રસપાન દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણ જન્મ નો પ્રસંગ સમજાવતા હતા.ત્યારે કથા મંડપ નંદમહોત્સવમાં ફેરવાઈ ગયો હતો.અને જાણે ઉપસ્થિત સૌ વૈષણવો ગોકુલના નંદાલયમાં હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો.અને સૌ વૈષ્ણવો નંદ ધેર આંનદ ભયો જય કનૈયા લાલકી ના નારા સાથે કથા મંડપ ગુંજી ઉઠ્યું હતું. કથામાં વર્ણવેલ પ્રસંગમાં યશોદા અને નંદબાવા નાના કનૈયા ને કથા મંડપમાં પ્રવેશ કરતા અદભુત નઝારો બની ગયો હતો.જાણે સાચા નંદબાવા જશોદા મૈયા કનૈયાને પારણામાં ઝુલાવતા નંદ ઘેર આનંદ ભર્યો વાતાવર બની ગયું હતું.આ શુભ અવસરે દ્વારકેશલાલજી મહારાજશ્રી પ્રસાદ ઉછાળી મહોત્સવ ઉજવાયો હતો.ઉપસ્થિત સૌ વૈષણવોને પ્રસાદ લૂંટવાનો આનંદ મેળવ્યો હતો.વૈષ્ણવો નંદ મહોત્સવનો લાભ લઇ પુણ્ય કમાયા હતા.જયારે ગુરુવારે બાળ લીલા તેમજ ગોવર્ધન લીલા ની કથાનું રસપાન કરાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button