
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

દક્ષિણ ગુજરાતમાં સતત ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ડાંગ જિલ્લામાં પણ ગરમી નો પારો 42 ડિગ્રી એ પહોંચ્યો હતો.જોકે ગુરૂવારે 2 -3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા,લોકોએ થોડા અંશે ગરમીથી રાહત મેળવી હતી.છેલ્લા 2 – 3 દિવસથી ડાંગ જિલ્લામાં ગરમીથી લોકો પરેશાન થતા જોવા મળ્યા હતા. ડાંગ જિલ્લામાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેતા ગરમીમાં લોકો ઠંડા પીણાનો સહારો લેવા મજબૂર બન્યા હતા. જોકે ડાંગ જિલ્લામાં ગરમીમાં ઘટાડો નોંધાતા,લોકોએ થોડા અંશે ગરમીથી રાહત મેળવી હતી. વઘઈ ખાતે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને સાપુતારા ખાતે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તથા આહવા અને સુબીર ખાતે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગરમીમાં થોડા અંશે ઘટાડો થતાં બપોરના સમયે રસ્તાઓ પર ચહલ પહલ જોવા મળી હતી.આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે. જોકે ડાંગ જિલ્લામાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધાયો લોકોએ હાશકારો અનુભવ્યો હતો.વધુમાં ગિરિમથક સાપુતારા ખાતે ગરમીમાં ઘટાડો નોંધાતા પ્રવાસીઓની ચહલ પહલ વધી જવા પામી છે.સાપુતારા ખાતે ગરમીમાં ઘટાડો નોંધાતા પ્રવાસીઓ,બોટીંગ, રોપવે,પેરાગ્લાયડીંગ,સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનો મનભરીને આસ્વાદ માણી રહ્યા છે..





