GUJARATKUTCHMANDAVI

બિદડા ગામમાં રહેણાંક વિસ્તારમાં કોઈ સેફ્ટીનાં સાધનો વગર જથ્થા સાથે ફટાકડા નાં સ્ટોલ ખુલ્લા મુકાયા.

૮ – નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

ફટાકડાનુ મોટો જથ્થો કોઈ સેફ્ટીનાં સાધનો વગર કાપડના તંબુ બાંધીને ગોઠવી દેવાયાં.

બિદડા ગામના જાગૃત નાગરિક એ વાત્સલ્યમ્ સમાચાર પાસે કરી ફરિયાદ.

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામમાં દિવાળી નું તહેવાર ઉપર બિદડા ગામમાં ફટાકડાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.તે સ્ટોલ ના માલીકી પાસે કોઈ લાઈસન્સ પરવાનો મેળવવા મા આવ્યું નથી સાથે ફટાકડાના જથ્થા બંધ માલ ને એક કાપડના તંબુમાં ગોઠવી દેવામાં આવ્યો છે.સાથે જ્યાં ફટાકડાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.તે આજૂબાજૂમા રહેણાંક વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.અને તે સ્ટોલ પર કોઈ ફાયર બ્રિગેડ ના સાધનો કે પાણી થી ભરેલી ટાંકીઓ કે રેતી થી ભરેલી ડોલ જેવા સાધનો ની સેફ્ટી રાખવામાં આવી નથી આવા લોકો ડર કે બીક રાખ્યા વગર રહેણાંક વિસ્તારમાં ધુમ ધામથી ફટાકડાના વેપલો કરી રહ્યા છે.રહેણાક વિસ્તારમાં ફટાકડાના લીધે ક્યાં સમયમાં આગ લાગે તો તે જબદારી કોની રહેશે તે એક જાણવા જેવું છે.આ લોકો ને‌ ફટાકડાનાં સ્ટોલ ઉભા કરવા માંટે કોનાં તરફથી અને ક્યાં અધીકારીએ છુટ આપી છે.તેવુ ગામના જાગૃત નાગરિક એ જણાવ્યું હતું . સાથે એવું પણ સવાલો ઊભા કર્યા હતા કે.લાઈસન્સ વગર અને રહેણાંક વિસ્તારમાં બે ધડક ફટાકડાના સ્ટોલ ઉભા થયા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કોની રાહ જોવાઈ રહી છે તે એક જાણવા જેવું છે. તેવું ગામના જાગૃત નાગરિક એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button