ARAVALLIBAYADGUJARAT

અરવલ્લી : સાઠંબા ગામમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વેપારીઓ ત્રાહિમામ, એક પોલીસકર્મીનું આવારા તત્ત્વોને રક્ષણ…!!      

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : સાઠંબા ગામમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વેપારીઓ ત્રાહિમામ, એક પોલીસકર્મીનું આવારા તત્ત્વોને રક્ષણ…!!

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામ સહિત આજુબાજુના પંથકમાં છેલ્લા કેટલાક મહિનાથી લબરમુછિયા ગેંગની લુખ્ખાગીરીથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સાઠંબા ગામમાં લુખ્ખાતત્ત્વોનો ભયથી પ્રજાજનો પણ અગમ્ય કારણોસર ચુપકીદી સેવી લીધી છે આ ગેંગને એક પોલીસકર્મીનું રક્ષણ હોવાથી બેફામ બન્યા છે સાઠંબા ગામમાં પોલીસના અસ્તિત્વ સામે સવાલ પેદા થયા છે ત્યારે આ ગેંગ સામે પોલીસ સખ્ત કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવેની લોકમાંગ પ્રબળ બની છે સાઠંબા ગામની બજારમાં અને માર્ગો પર સ્થાનિક અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કેટલાક યુવાનો દારૂનો નશો કરી બેફામ બાઇક હંકારતા હોવાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે

બાયડ તાલુકાના સાઠંબા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી દેશી-વિદેશી દારૂના ખપ્પરમાં યુવાનો બરબાદીની ગર્તામાં ધકેલાઇ રહ્યા છે સાઠંબા ગામમાં સાંજ પડતાંની સાથે દારૂના નશામાં બેફામ બની લબરમુછિયા ગેંગ વેપારીઓ અને રેકડી વાળા તેમજ નાના-મોટા ધંધાર્થીઓને હેરાન કરી રહી છે રોડ પરથી હાઇસ્પીડ બાઇકના સિન સપાટા કરી બજારમાં રીતસરનો પ્રજાજનોમાં ખોફ ઉભો કરી રહ્યા છે સાઠંબા સહિત આજુબાજુના પંથકમાં કાળો કેર વર્તાવતી આ લુખ્ખા તત્ત્વોની ગેંગને એક પોલીસ કર્મી રક્ષણ આપી રહ્યો હોવાની સાથે લબરમુછિયા ગેંગ કોઇને હેરાન પરેશાન કરે તો વેપારી પોલીસ કેસ ન કરે તે માટે મહેન્દ્ર બાહુબલીની માફક સ્થળ પર પહોંચી વેપારી અને લુખ્ખતત્વો વચ્ચે સમાધાન કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવતા આવારા ગર્દી કરતા લુખ્ખાઓને ખુલ્લું મેદાન મળી રહેતું હોવાની બૂમો ઉઠી રહી છે સાઠંબા પોલીસ નાના-મોટા ધંધાર્થીઓને હેરાન કરતી લબરમુછિયા ગેંગને પોલીસનો અહેસાસ કરાવે તે ખૂબ જરૂરી છે

[wptube id="1252022"]
Back to top button