માદક પદાર્થ હેરોઇન ૨.૭૦ ગ્રામ,કિ.રૂ.૧,૩૫,૦૦૦/- ના જથ્થા સાથે એક પરપ્રાંતિય ઇસમને ઝીરો પોઇન્ટ સર્કલ, મુંદરા ખાતેથી ઝડપી પાડતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ- ભુજ પોલીસ.

૧૫-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.પોલીસ ટીમને સચોટ મળેલ ખાનગી બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મુંદરાના ઝીરો પોઇન્ટ સર્કલ પાસેથી ક્રિષ્ના છોટેલાલ નવલસિંહ વર્મા (નિશાધ),(ઉ.વ.૨૨), રહે. મુળ.ગામ.હિરાપુરા,તા. ફતેહાબાદ,જી.આગ્રા,રાજય- ઉતરપ્રદેશ,હાલ.રહે. શાન-એ-પંજાબ ઢાબા, કાનમેર પાટીયા પાસે, સામખિયાળી-આડેસર હાઇવે, તા.રાપર, વાળાને ઝડપી પાડી તેની અંગઝડતી દરમ્યાન તેના કબ્જામાંથી માદક પદાર્થ હેરોઇન જેનું વજન ૨.૭૦ ગ્રામ, કિ.રૂ. ૧,૩૫,૦૦૦/- અને મોબાઇલ નંગ ૧,કિ.રૂ. ૫,૦૦૦/-,રોકડા રૂ.૩૧૨૦/-,એમ કુલ કિં.રૂ,૧,૪૩,૧૨૦/-નો મુદામાલ ઝડપી પાડી ઇસમ વિરૂધ્ધ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની પૂછપરછ દરમ્યાન પોતે માદક પદાર્થનો જથ્થો લવપ્રિતસિંઘ ઉર્ફે લવ નિર્મલસિંઘ સંધુ પંજાબી (જાટ-શિખ),રહે.મુળ પંજાબ, હાલ.રહે.શાન-એ-પંજાબ ઢાબા, કાનમેર પાટીયા પાસે, સામખિયાળી-આડેસર હાઇવે, તા.રાપર, વાળા પાસેથી છુટક વેચાણ અર્થે લાવેલ હોવાની હકીકત જણાવતા જે અંગે પુર્વ કચ્છ- ગાંધીધામ એસ.ઓ.જી.ને જાણ કરતાં તેઓ દ્વારા મજકુર ઇસમના ઢાબા પર રેઇડ કરવામાં આવેલ અને તેની પાસેથી માદક પદાર્થ હેરોઇનનો જથ્થો મળી આવતા એસ.ઓ.જી. પૂર્વ કચ્છ- ગાંધીધામ દ્વારા મજકુર વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.








