
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ
અંજાર તા – ૧૧ માર્ચ : આજથી શરૂ થતી ધોરણ -10 ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ -10 નું ગુજરાતી વિષયનું પ્રથમ પેપર છે. આવા કિંમતી સમયે અંજાર તાલુકાના K.K.M.S. ગર્લ્સ હાઈસ્કૂલમાં બાળકોને બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરી તેમના માં ઉત્સાહ વધારવા આજે સવારે 9:30 વાગ્યે જ બાળકોને મળી તેમનો ઉત્સાહ વધારવા અને ધોરણ -10 ના બાળકો સારા એવા ટકાએ પાસ થાય તેવા આશીર્વાદ આપવા માટે અંજાર તાલુકાના લોકલાડીલા અને જે સાદગીના પ્રતિક તરીકે ઓળખાય છે તેવા અંજાર તાલુકાના માનનીય ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે ધોરણ -10 ના બોર્ડની પરીક્ષા આપતા બાળકોની રૂબરૂ મુલાકાત કરી આશીર્વાદ આપ્યા.તેમજ તે સમયે ધોરણ -10 ની એક બાળકી જેનો નંબર અંજારની બીજી સ્કૂલમાં હોતા તે બાળકી ભૂલથી અંજાર ની K.K.M.S ગર્લ્સ હાઈસ્કૂલમાં આવતા તેનો પરીક્ષા કેન્દ્ર નંબર બીજી સ્કૂલમાં હોતા તેવા સમયે અંજાર તાલુકાના માનનીય ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે તે બાળકી ને પોતાની M.L.A ની ગાડીમાં બેસાડીને તે બાળકીને જેતે સ્કૂલમાં સમયસર પહોંચાડી એક ઉમદા નાગરિક અને સાદગીના પ્રતીક તરીકે ઓળખાતા આજે માનવતાના પ્રતિક તરીકે પણ સાબિત થયા છે..આમ સ્કૂલના બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરી તેમનામાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારવા આશીર્વાદ આપી બાળકો અને તેમના માતા પિતા નું દિલ જીતી લઇને એક ઉમદા કાર્ય કર્યું છે. અને ભવિષ્યમાં પણ આવા કામ કરતા રહો તેવી પ્રભુને પ્રાર્થના.










