GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

રોજમદાર તરીકે ફરજ બજાવતા પેન્શન વિહોણા બે અવસાન પામેલ કામદારો ના વારસદારોને તમામ લાભો આપવા હાઇકોર્ટનો આદેશ.

તારીખ ૨૭/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

સેક્રેટરી સ્ટેટ ઓફ ગુજરાત હાઉસિંગ વિભાગ સચિવાલય ગાંધીનગર ના હસ્તકની દાહોદ જિલ્લાના કાર્યપાલક ઇજનેર પંચાયત મા અને મ પેટા વિભાગમાં ઝાલોદ મુકામે આવેલી નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત મા તારીખ ૨૧/૧૦/૮૧ થી રોજમદાર મજૂર તરીકે ફરજ બજાવતા હીરાભાઈ વાલાભાઈ ચારેલ તેઓ તેમની નોકરી માંથી ૩૧/૧/૧૩ના રોજ નિવૃત્ત થવા પામેલા તેમજ તારીખ ૨૧/૪/૮૫ થી દલાભાઈ ગવજીભાઈ ચારેલ ફરજ બજાવતા હતા તેઓ તારીખ ૩૧/૧૨/૦૬ ના રોજ નિવૃત થયેલ નિવૃત્તિ સમયે તેમને સરકારના નિયત કરેલ નિયમ અનુસાર નિવૃત્તિના તમામ લાભો જેવા કે ગ્રેજ્યુટી પેન્શન ૩૦૦રજાઓ તેમજ અન્ય ભથ્થાઓ ની ચૂકવણી કરવાની જોગવાઈ હોવા છતાં તેઓને નિવૃત્તિ અંગેના કોઈ પણ લાભો આપવામાં આવેલ ન હતા તે અરસા દરમિયાન હીરાભાઈ વાલાભાઈ તારીખ ૨૯/૧૧/૧૩ના રોજ અવસાન થયેલ તેમજ દલાભાઈ ગવજીભાઈ ચારેલ નું તારીખ૨૪/૪/૦૮ના રોજ અવસાન થવા પામેલ આમ બંને કામદારોના અવસાન થતાં તેમના વારસપત્ની જ્યોતિબેન હીરાભાઈ ચારેલ તથા ખેમલીબેન ગવજીભાઈ ચારેલ દ્વારા નિયુક્ત કરેલ સમકક્ષ અધિકારીઓ પાસે વારંવાર ગુજરનારના નિવૃત્તિના લાભો આપવા માટે રજૂઆતો કરવા છતાં કોઈ લાભો આપવામાં આવેલ ન હતા એ બાબતથી નારાજ થઈ ગુજરનારના વારસો એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈ નો સંપર્ક કરી એમને થયેલા અન્યાય બાબતે કાનૂની કાર્યવાહી કરવા અધિકાર સત્તા આપતા ફેડરેશન દ્વારા સેક્રેટરી સ્ટેટ ઓફ ગુજરાત સચિવાલય ગાંધીનગર નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ગાંધીનગર તેમજ કાર્યપાલક ઇજનેર દાહોદ અને નાયબ કાર્યપાલક ઝાલોદ મકાન અને માર્ગ પંચાયત વિભાગની ને ફેડરેશન દ્વારા તારીખ ૪/૮/૨૩ નારોજ રીપ્રેઝન્ટેશન કરી નિવૃત્તિના લાભો આપવા માંગણી કરેલી પરંતુ તે બાબતે સંસ્થા તરફથી લાંબા સમય સુધી કોઈ યોગ્ય પ્રત્યુતર ન મળતા આ વિવાદ ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર૧૮૮૩૨/૨૩ દાખલ કરેલ તે કામે અરજદાર તરફે હાઇકોર્ટ એડવોકેટ દીપક આર દવે હાજર રહી કેસ માં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા ગુજરનાર ના વારસ પત્નીઓને ગુજરનારની નિવૃત્તિ ની તારીખથી અવસાન ની તારીખ સુધી પૂરેપૂરુ પેન્શન અને પેન્શન તફાવત અને ત્યારબાદ ફેમિલી પેન્શન સાથે અન્ય લાભો ચૂકવવાનો આદેશ થતા ખરીબ નિરાધાર અને આદિવાસી પરિવારોમાં આનંદની લહેર વ્યાપી છે.

[wptube id="1252022"]
Back to top button