
વિજાપુર સુલતાન શાહ દરગાહ ના ગાદીપતિ સૂફી ખાનકાહ ના અધ્યક્ષ ની ઉપસ્થિત મા અમદાવાદ ખાતે આવેલ હઝરત શાહઆલમ બુખારી રહેમતુલ્લાહ અલયહે ની દરગાહ ખાતે ચાદર પોશી ફૂલપોશી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તકિયાવાળી ગાદી સુલતાન શાહ બાવા દરગાહ ના ગાદીપતિ અમીનઅલીશાહ મલંગ તેમજ સૂફી ખાનકાહ એસોસિએશન પ્રતિમંડલ દ્વારા શાહ આલમ દરગાહ ખાતે ઉર્સના મુબારક પ્રસંગે ગુજરાતના મહાન સૂફી ઔલીયા, સૂફી ખાનકાહ એસોસિએશનનું એક પ્રતિનિધિમંડળ દ્વારા ફૂલપોશી ચાદર પોશી નો કાર્યક્રમ તા 03/01/2023 ના બુધવાર ના રોજ ઈશા ની નમાજ બાદ કરવામાં આવ્યો હતો જેમાં સૂફી ખાનકાહ એસોસિએશનના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ, પીર સૂફી સૈયદ ખાલિદ નકવી અલ હુસૈની અને સૂફી ખાનકાહ એસોસિએશન ફુકરા મંડળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ હિંદુ મુસ્લિમ એકતાના પ્રણેતા, પ્રખ્યાત સૂફી મલંગ, સદભાવના સેંથારીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ધામધૂમથી, હઝરત સૈયદ અમીન અલી શાહ મલંગ મદારીની રાહબરી હેઠળ દરગાહ શરીફ ખાતે ચાદર ચઢાવવામાં આવી હતી અને ફૂલ ચઢાવવામાં આવી હતી બારગાહે શાહે આલમ સરકાર ખાતે સૂફી સંત સૈયદ અમીન અલી શાહ મલંગ મદારી ઉપસ્થિત રહીને દેશ ભારતની સલામતી, એકતા અને ભાઈચારા માટે પ્રાર્થના કરી હતી.આ દરમિયાન તેમણે સ્થાનિક સૂફી સંતોને અપીલ કરી કે તેઓ દેશને એક કરવા આગળ આવે. આ પ્રસંગે સૂફી ખાનકાહ એસોસિએશન અમદાવાદ જિલ્લા પ્રમુખ શફી બાબા મદારી અને સૂફી ખાનકાહ એસોસિએશનના સ્થાનિક અધિકારીઓએ ભાગ લીધો હતો.





