ARAVALLIDHANSURAGUJARAT

અરવલ્લી : ધનસુરા તાલુકાના હિરાપુરકંપા ગામ ખાતે હનુમાનજી નૂતન મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ધનસુરા તાલુકાના હિરાપુરકંપા ગામ ખાતે હનુમાનજી નૂતન મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવે હિરાપુરાકમ્પા ગામ ખાતે ગ્રામજનો ના સહિયારા તેમજ દાતાઓના પ્રયત્નથી હનુમાનજી નૂતન મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં ભ્રહ્મણો દ્વારા ત્રિ દિવસ દરમિયાન વિવિધ વૈદિક મંત્રોચાર સાથે અને હોમ હવન યજ્ઞ કરી હનુમાનજી મંદિર નો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો કાર્યક્રમના પ્રથમ દિવસે વડીલ વંદના સાથે મહોત્સવની શરૂઆત કરવામા આવી હતી જેમાં મોટી ઉંમર ના વૃદ્ધ દદા ઓ વૃદ્ધ દાદીઓ સહિત સમગ્ર ગ્રામ ના લોકો એ ભૂતકાળ માં કરેલા સંઘર્ષ અને તેમના સમય કાળમાં પડેલી આપદા નો કેવા કેવા પ્રશ્નો નો સામનો કરવો પડ્યો હતો તેની ગાથા ઑ વર્ણવી અને જૂની યાદો તાજી કરી આજની પેઢી સમક્ષ રજુ કરી હતી તેમજ ભગવાન ની યાત્રા કાઢી ગામ માં રથયાત્રા સ્વરૂપે કાઢી હતી વિવિધ વિસ્તારો માં આ યાત્રા નું પરિભ્રમણ કર્યું હતું આમ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ગ્રામજનો અને નવ યુવાનો સહીત દાતાઓએ ભારે જહેમત ઉઠાવી હતી જેમાં નરેશભાઈ પટેલ તેમજ સાબરડેરીના એમ પી ઓ વિભાગ માં ફરજ એવા હિતેશભાઈ બી પટેલ તથા અશોકભાઈ પટેલ સહિત તેમની ગામ ના યુવક યુવતીઓ ના મંડળ દ્વારા ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ ને સફળ બનાવ્યો હતો અને અંતિમ દિવસે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાન ના દર્શન કરી મહાપ્રસાદી લીધી હતી અને ધન્યતા અનુભવી હતી આમ સમગ્ર ગામ માં ત્રણ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમ થી ભક્તિમય વાતાવરણમાં હર્ષલ્લાસપૂર્વક સંપન્ન થયો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button