કાલોલમાં સગાઈ તોડી નાખનાર સગીરા ની ફેક આઈડી બનાવી વાયરલ કરી હાથ પકડી ધમકી આપતા પોકસો હેઠળ ફરિયાદ

તારીખ ૨૩/૦૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
તાલુકાના એક ગામની સગીરાને તેના કુટુંબીજનોએ જ્ઞાતિના રિવાજ મુજબ ગત તા ૧૬/૦૯/૧૮ ના રોજ તેઓની જ્ઞાતિના નડિયાદ ખાતે રહેતા નિરંજન ઉર્ફે સુજલભાઈ ગોપાલભાઈ લુહારીયા સાથે કરવામાં આવી હતી સગાઈ બાદ યુવક અને યુવતી ફોન ઉપર સંપર્ક કરતા હતા તેમજ બંને એ ફોટા પણ પડાવ્યા હતા. ત્યારબાદ સમય જતા સગીરાને પોતાની સાથે સગાઈ કરેલી યુવક ગમતો ન હોય ખરાબ લાઈન પર જતો હોય અને ગેરવર્તન કરતો હોય સગાઈ તોડવા માટે જણાવેલ જેથી સગીરાના કુટુંબીજનોએ યુવકના કુટુંબીજનોને વાતચીત કરી તા ૨૬/૦૨/૨૩ ના રોજ સગાઈ તોડેલી અને ગત તા ૦૫/૦૪/૨૩ ના રોજ જ્ઞાતિના રીત રિવાજ મુજબ અન્ય યુવક સાથે સગાઈ કરી હતી ત્યારબાદ નિરંજન દ્વારા સગીરાની ફેક આઈડી બનાવી ફેસબુક ,ઇન્સ્ટા ગ્રામ તથા વોટસએપ માં યુવતીના ફોટા મૂકી તેને બદનામ કરી હતી વધુમાં તેઓની જ્ઞાતિના ગ્રુપમાં પણ તેના ફોટા,સગાઈ વાળા ફોટા તેમજ રેકોર્ડિંગ યુવતી ની પૂર્વ મંજૂરી વગર વાયરલ કર્યું હતું. ગત તા ૧૬/૦૭/૨૩ ના રોજ યુવતી સીવણ ક્લાસ માંથી પરત આવતી હતી ત્યારે કાલોલ ના ગધેડી ફળીયા ચોકડી પાસે નિરંજને સગીર યુવતી નો હાથ પકડી કેમ તે સગાઈ તોડી નાખી હું તને બદનામ કરી નાખીશ તારા ફોટા રેકોર્ડિંગ ફેસબુક પર મુકીશ અને ગ્રુપમાં મુકીશ તેવી ધમકી આપી હતી વધુમાં નિરંજન સગીરાની જ્યાં સગાઈ કરી છે ત્યાં પણ ફોટા મોકલી બીજે સગાઇ થવા દેતો નથી યુવતી ની બદનામી ના થાય તે હેતુથી તેના કુટુંબીજનો ફરિયાદ કરતા નહોતા પરંતુ યુવતી ની બીજી સગાઈ પણ ન થવા દેવાના મલીન ઈરાદાથી તેના ફોટા અને રેકોર્ડિંગ વાયરલ કરતા અંતે યુવતીના પરિવાર દ્વારા કાલોલ પોલીસ મથકે પોલીસે છેડતી તેમજ પોકશો એકટ હેઠળ અને આઈટી એક્ટ ની કલમ ૬૭ એ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ સર્કલ પી આઈ એ આર પલાસ દ્વારા શરૂ કરાઈ છે.










