કાલોલ માં પતિ-પત્નીનું સુખદ સમાધાન કરાવતી હાલોલ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ

તારીખ ૧૯/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એક ગામમાં થી મહિલાનો કૉલ આવેલ અને જણાવેલ કે મારા પતિ મને ઘરે આવી મારઝૂડ કરે છે જેથી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ની જરૂર છે તેમ.કૉલ આવતાની સાથે તરતજ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર મધુબેન ટીમ સહિત ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં.પછી પીડિત મહિલા સાથે વાતચિત કરતા જાણવા મળ્યું કે તેમના પતિ ને ગુટખા,પાન મસાલાનું તેમજ નશા જેવા વ્યસન કરે છે.તેમજ તે ઘરે આવી ને તું બીજા પુરૂષ ને મળે છે તેવી આ શંકા કરી મારઝૂડ કરે છે અને તેમની જરૂરિયાતો પૂરી પાડતા નથી ખરાબ ખરાબ શબ્દો બોલીને અપમાન કરે છે જે થી પીડિતા મહિલાની આ વાત સાંભળીને તેઓના પિતા નું કાઉન્સિલીંગ કર્યું હતું. પછી તેમાં જાણવા મળ્યું હતું કે તેઓ આખો દિવસ ઘરે રહેતા નથી મજુરી કામ કરવા જાય છે અને પીડિતા બહેન પણ મજૂરી કામ કરી તેમનું ગુજરાન ચલાવે છે જ્યાં તેમના પતિ એ કોઈ બીજા ની વાતમાં આવીને પત્ની ને મારઝૂડ કરતા હતા.જેથી પીડિત મહિલાના પતિને સમજાવેલ કેમ કે કોઈ બીજા ની વાતમાં નય આવે.તેમજ ઘરેલું હિંસા અધનિયમ ૨૦૦૫ મુજબ સમજાવેલ અને કાનૂની માહિતી આપી હતી.સલાહ સૂચન અને માર્ગદર્શન આપી પતિ પત્ની નું સુખદ સમાધાન કરાવ્યું હતું.










