
તા.૨૮/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના “સર્ટીફીકેશન ઈન ફૂડ એન્ડ ન્યુટ્રીશન”(સી.એફ.એન.) કોર્ષની પરીક્ષામાં રાજકોટ મધ્યસ્થ જેલના દસ બંદીવાનો ઉતીર્ણ થયા હતા. જેલના અધિક્ષકશ્રીએ ઉત્તીર્ણ થયેલ બંદીવાનોને સર્ટિફિકેટ આપી શુભેચ્છા પાઠવી હતી.


આ કોર્ષમાં જેલના કેદીઓને પોષણક્ષમ આહાર, શરીરને તંદુરસ્ત અને મજબુત બનાવવા અંગેનું શિક્ષણ આપવામાં આવે છે. તેમજ ધાન્ય, શાકભાજી અને ફળોની પસંદગી, ભોજનની પદ્ધતિઓ, ઉપભોક્તાના અધિકારો, સલામતી અને શિક્ષણ સહિતની બાબતો આવરી લેવામાં આવે છે. મધ્યસ્થ જેલમાં રસોઈ વિભાગમાં કામ કરતા બંદીવાનો પાક કલામાં નિપુણ બને તેમજ સાથી બંદીવાનોને સ્વાસ્થ્ય વર્ધક ભોજનનો લાભ મળે તે માટે કેદીઓને આ કોર્સ કરાવવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]








