DASADAGUJARATSURENDRANAGAR

પાટડી સરકારી હોસ્પિટલ ખાતે સ્ત્રી રોગ ડોક્ટર પુજારા સાહેબનો સંપર્ક કરી દર્દીનું ઈમરજન્સી સિઝેરિયન કરી બાળક અને માતાનો જીવ બચાવાયો.

તા.17/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલી સગર્ભા મહિલાને ઉદરમા બાળકના ધબકારા ઓછા અને બાળક ઝાડા કરેલ હતું ત્યારે ડોક્ટરોની ટીમ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ વખત સીઝેરિયન કરીને બાળક અને માતાનો જીવ બચાવાયો હતો પાટડી સરકારી હોસ્પિટલ ખાતે એક સગર્ભા મહિલા સંપૂર્ણ દુ:ખાવા સાથે દાખલ કરવામાં આવી હતી ત્યારે ડોક્ટર દ્વારા આ સગર્ભા મહિલાની સઘન તપાસ કરવામાં આવતા સગર્ભા મહિલાને ઉદરમા બાળકના ધબકારા ઓછા અને બાળક ઝાડા કરેલ હતું જેથી અગાઉના સીઝેરિયન ઓપરેશનના ટાંકાનો દુ:ખાવો પણ અસહ્ય હતો જેથી પાટડી સરકારી હોસ્પિટલ ખાતે હાજર મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર શ્યામલાલ રામ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સી.એમ.સેતુ અંતર્ગત ફરજ બજાવતા સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. પ્રશાંત પૂજારાનો સંપર્ક કરીને તાત્કાલિક ફરજ બજાવતા સ્ટાફને એલર્ટ કરીને ઇમર્જન્સીમાં આ દર્દીનું ઇમર્જન્સી સીઝેરિયન કરીને બાળક અને માતાનો બચાવ કર્યો હતો આ ઓપેરશન દરમિયાન બાળ રોગ નિષ્ણાંત ડો.રોહિત પટેલ પણ હાજર રહી અતી જોખમ નવજાત બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો જે ગુજરાત સરકારના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને માતા મરણ અને બાળ મરણ અટકાવવા કામગીરી કરી હોવાનું પાટડી સરકારી હોસ્પિટલના ડો. શ્યામલાલ રામે જણાવ્યું હતું પાટડી સરકારી હોસ્પિટલમાં આ પ્રથમ વખત નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું જ્યારે બહાર ખાનગી હોસ્પિટલમાં આ ઓપેરશનના રૂ. 30થી 35,000 થાય છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button