ARAVALLIGUJARATMALPUR

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા  માલપુર જલારામ મંદિર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા  માલપુર જલારામ મંદિર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું

લોકસભા ની ચૂંટણી નજીક છે ત્યારે સાબરકાંઠા લોકસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર તુષાર ચૌધરી ના પ્રચાર અર્થે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા આજે માલપુર જલારામ મંદિર ખાતે સભા નું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યા માં કાર્યકરો સભા માં ઉપસ્થિત હતા જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે હું હિન્દૂ છું રામ નું નામ મોક્ષ માટે લઉં છું મત માટે નહીં આ રામ મંદિર એ ઇવેન્ટ હતી અધૂરા મંદિર ની પ્રતિષ્ઠા ના હોય એમ કહી પ્રહાર કર્યા,વધુમાં કહ્યું કે જે ચાર વેદ ના ચાર મુખ્ય શંકરાચાર્યજી નું ના માને એ હિન્દૂ નથી ભાજપ ના જુના કાર્યકરો ને પડતા મૂકી કોંગ્રેસ માંથી આજે જ આવ્યા કે તરત તેમને ટીકીટ આપે તો કકળાટ જ થાય ને બિચારા ભાજપ ના જુના કાર્યકરો બિચારા ગાભા જ મારે ને એમ કહી આકરા પ્રહાર કર્યા હતા આ સરકાર જે વિરોધ કરે એના જોડે સંવાદ નથી કરતું સંઘર્ષ કરેછે માટે અરવલ્લી સાબરકાંઠા માં ભાજપ નો કકળાટ કમલમ સુધી પહોંચ્યો છે ,વધુ માં ક્ષત્રિય આંદોલન ને શાંત પડાવવા માટે પ્રયત્નો કરનાર હર્ષ સંઘવી અને પ્રદીપસિંહ જાડેજા સામે તંજ મારતા કહ્યું કે 5 ફૂટ અને 6.5 ફૂટ વાળા હવે નમી નમી ને મનાવવા ફરી રહ્યા છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button