LUNAWADAMAHISAGAR

લુણાવાડાની મુસ્લિમ વિસ્તારમાં આવેલ બ્રાન્ચશાળા નંબર – 5 મા બીઇંગ હ્યુમન ગ્રૂપના દયાળુ દાતાઓ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા 

આસીફ શેખ લુણાવાડા

*માનવતા એજ સાચો ધર્મ* ના સૂત્ર ને સાર્થક કરતા નાતજાત,ધર્મ,અને ઉચનીચથી પરે થઇને..

 

આજરોજ તારીખ 13.07.23 ના દિવસે લુણાવાડાની મુસ્લિમ વિસ્તારમાં આવેલ બ્રાન્ચશાળા નંબર – 5 મા બીઇંગ હ્યુમન ગ્રૂપના દયાળુ દાતાઓ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા

પંચમહાલ રેન્જ ACB PI  વિમલ ધોરડા સાહેબ, ડો.અનિલ તાવીયાડ સાહેબ (વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ), રાણા નગીનભાઈ, આરીફભાઈ (ઉક્કો), અને સંદીપભાઈ પટેલ ની મદદથી બ્રાન્ચશાળા નં – 5 મા અભ્યાસ કરતા સર્વે વિદ્યાર્થી અને વિધાર્થીનીઓ ને લગભગ 1000 ચોપડા અને પેનનું વિતરણ બીઇંગ હ્યુમન ગ્રૂપના સભ્યોની મદદથી કરવામાં આવ્યું..

આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે

*શ્રીમતી સોનલબેન પંડયા (સામાજિક કાર્યકર), શ્રી વિમલ ધોરડા સાહેબ અને ડૉ. અનિલ તાવીયાડ સાહેબ* નું શાળામાં શાલ ઓઢાવીને અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું તે બદલ ગ્રૂપના સર્વે સભ્યો બ્રાન્ચ શાળા નં – 5 ના સર્વે શિક્ષકો અને સર્વે પદાધિકારીઓ નો ખુબ ખૂબ આભાર માને છે..

[wptube id="1252022"]
Back to top button