ફોરેસ્ટ વિભાગ તેમજ સાપકડા ગ્રામ પંચાયત દ્વારા 6400 જેટલા વૃક્ષોનું વાવેતર હાથ ધરવામાં આવ્યું

ફોરેસ્ટ વિભાગ તેમજ સાપકડા ગ્રામ પંચાયત દ્વારા 6400 જેટલા વૃક્ષોનું વાવેતર હાથ ધરવામાં આવ્યું
હાલ ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે ત્યારે વૃક્ષો દિવસે ને દિવસે ઘટી રહ્યા છે જેના કારણે ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે વધુ વૃક્ષો વાવી વધુ વરસાદ લાવવા માટે સરકાર દ્વારા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવા પ્રદૂષણ ઘટાડવા માટે તેમજ વન નાબૂદી પર્યાવરણ માટે એક મોટો ખતરો હોય જેના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગ હળવદ તેમજ સાપકડા ગ્રામ પંચાયત દ્વારા 6400 વૃક્ષનું વાવેતર હાથ ધરવામાં આવ્યું જેમાં આજે પ્રથમ તબક્કામાં 3000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જ્યારે બીજા તબક્કામાં બાકી રહેલા 3400 વૃક્ષોનું વાવેતર થશે માત્ર કાગળ ઉપર નહીં પરંતુ વૃક્ષો ના જતન માટેના સંકલ્પ સાથે વાવેતર કરવામાં આવ્યું
વિશાલ જયસ્વાલ હળવદ