RAJKOTUPLETA

રાજકોટ જિલ્લા મા આઇ. સી. ડી. એસ વિભાગ મા સરકારી પરિપત્રો નિયમો થી ઉપરવટ ‘કાયમી મુસાફરી ભથ્થા’ મા થયેલ નાણાંકીય કૌભાંડ ?

રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તપાસ હાથ ધરી ને સરકારી નાણા રિકવર કરશે?

૧૧ જુન વાત્સલયમ સમાચાર
નિલેશ સોલંકી

આધાર ભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે રાજકોટ જીલ્લા ના આઇ.સી.ડી.એસ. વિભાગ મા સરકારી પરિપત્રો થી ઉપરવટ ઘણા બધા મુખ્યસેવીકા ઓ કાયમી મુસાફરી ભથ્થું મળવા પાત્ર ના હોવા છતા મેળવી રહ્યા છે.

જયારે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તરીકે વત્સલા દવે ફરજ પર હતા ત્યારે નિયમો પરિપત્રો થી ઉપરવટ જઈને મોખીક આદેશો કરીને લાગુ પાડેલ હતુ.

ગુજરાત સરકાર ના ૨૬/૧૨/૨૦૦૧ ના ઠરાવેલા ઠરાવ ના પેજ નંબર ત્રણ કર્માક નંબર આઠ પસ્ટ ઠરાવેલ અને દર્શાવેલ છે કે નગરપાલિકા ની હદ મા આવતા પ્રવાસ કાયમી મુસાફરી ભથ્થું મળવા પાત્ર નથી છતા સરકાર ઠરાવ ઉલ્લંઘન કરી ને ઘણા બધા મુખ્યસેવીકા ઓ વર્ષ ૨૦૧૭/૧૮ થી કાયમી મુસાફરી ભથ્થું મેળવેલ છે.

હાલ ના રાજકોટ જીલ્લા પ્રોગ્રામ ઓફિસર વર્ષ ૨૦૧૭ થી કોને કોને મળવા પાત્ર ના હોવા છતા કાયમી મુસાફરી ભથ્થું મેળવેલ છે હાલ ના મળવા પાત્ર હોવા છતા કોણ કોણ મેળવે છે જો તેની તપાસ હાથ ધરી ને સરકારી નાણા રીકવર કરે તો તો સરકારી તિજોરી ઘણો ફાયદો થશે હવે એ જોવાનું રહ્યું છે કે હાલ ના રાજકોટ જીલ્લા પ્રોગ્રામ ઓફિસર તપાસ કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.

રાજ્ય સરકાર ના પરિપત્ર મા પસ્ટ નિયમો હાકેલા હોવા છતા નિયમો ઉપરવટ સ્વતંત્ર નિર્ણયો થી કૌભાંડો ૨૦૧૭ થી ચાલી રહ્યા છે આ સરકારી પબ્લિક ફંડ મા ખુલ્લેઆમ કૌભાંડો કરી ને વધારે નાણા મેળવેલ છે જે નાણા સરકારી અને પબ્લિક ફંડ હોવાથી રીકવર ને પાત્ર થાય છે હવે એ જોવાનુ એ રહ્યું કે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પોતાની જવાબદારી સમજી રાજકોટ જિલ્લા ના તમામ ઘટકો મા રેકર્ડ આધારિત તપાસ હાથ ધરી ને રીકવર કરશે??

[wptube id="1252022"]
Back to top button