
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી મેઘરજમાં ઇન્ચાર્જ CDPO તરીકે ફરજ બજાવતા ગીતાબેન પટેલને ICDS અમદાવાદ ઝોન દ્વારા બેસ્ટ પ્રેક્ટિસના પ્રમાણ પત્ર થી સન્માનિત કરાયા

અરવલ્લી જિલ્લા ICDS વિભાગના મેઘરજ ઘટકમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ CDPO ગીતાબેન પટેલને ICDS અમદાવાદ ઝોન દ્વારા તા.૨૭ ના રોજ વિભાગીય નાયબ નિયામકની કચેરી આઈસીડીએસ અમદાવાદ ઝોન દ્વારા આયોજિત ગુડ એન્ડ રેપ્લિકેબલ પ્રેક્ટિસ ફોરસુપોષિત ગુજરાત વર્કશોપ અંતર્ગત કાર્યક્રમમાં,મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા બેસ્ટ પ્રેક્ટિસ અંગે કામગીરીને બિરદાવતા,વિભાગીય નાયબ નિયામક અમદાવાદ ઝોનના ઉચ્ચ અધિકારીઓ એ ગર્વની લાગણી સાથે,વિભાગીય નાયબ નિયામક અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગીતાબેન પટેલને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવતા,અરવલ્લી પ્રોગ્રામ ઓફિસર સહિત સ્ટાફ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.
[wptube id="1252022"]









